કહાનજૈનશાસ્ત્રમાળા ]
यतश्च सम्यग्दर्शनसम्पन्नो गृहस्थोऽपि तदसम्पन्नान्मुनेरुत्कृष्टतरस्ततोऽपि सम्यग्दर्शनमेवोत्कृष्टमित्याह — તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી.’’૧
જો વૃક્ષનાં મૂળનો નાશ કરવામાં આવે તો વૃક્ષનાં થડ, ડાળાં, પાંદડાં વગેરે થોડા સમય પછી સૂકાઈને નાશ પામે છે, તેમ સમ્યગ્દર્શનના અભાવમાં સંયમ પાળવા છતાં તે નિષ્ફળ જાય છે.૨ પણ મૂળને સુરક્ષિત રાખી થડ, ડાળાં વગેરે કાપી નાખવામાં આવે તો તે વૃક્ષ ફરીથી વૃદ્ધિ પામી પલ્લવિત આદિ થાય છે, તેમ જો સમ્યગ્દર્શનરૂપી મૂળ સુરક્ષિત હોય તો ચારિત્રથી ભ્રષ્ટ થયેલો પુરુષ ફરીથી ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દર્શન ઉત્કૃષ્ટ અને કર્ણધાર હોવાથી તે પ્રથમ ધારણ કરવું જોઈએ. તે ચોથા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે અને શ્રાવકનું ચારિત્ર પાંચમા ગુણસ્થાને ધારણ કરી શકાય છે, તેથી પાંચમા ગુણસ્થાન યોગ્ય ચારિત્ર – ક્રિયા પહેલી અને સમ્યગ્દર્શન ભવિષ્યમાં પ્રાપ્ત થાય તેવી સમજણ અને માન્યતા જૈનતત્ત્વથી વિરુદ્ધ છે.
‘‘......કોઈ જીવ એવું માને છે કે – જાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. એવું વિચારીને તેઓ વ્રત – તપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે, પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી. હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયત સમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્ય સાધન કરવાં.’’
શ્રી યોગેન્દ્રદેવ કૃત શ્રાવકાચારમાં કહ્યું છે કે —
અર્થઃ — હે જીવ! આ સમ્યગ્દર્શન ભૂમિ વિના વ્રતરૂપ વૃક્ષ ન થાય, માટે સમ્યગ્દર્શન પ્રથમ પ્રાપ્ત કરવું જોઈએ.૩ ૩૨.
કારણ કે સમ્યગ્દર્શનયુક્ત ગૃહસ્થ પણ તેનાથી (સમ્યગ્દર્શનથી) અસંપન્નરહિત મુનિથી ઉત્કૃષ્ટ છે, તે કારણથી પણ સમ્યગ્દર્શન જ ઉત્કૃષ્ટ છે એમ કહે છે — १. दंसण भट्टा भट्टा दंसण भट्टस्स णत्थि णिव्वाणं ।
૨. જુઓ चारित्रपाहुड ગાથા ૧૦. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૪૨, અધ્યાય ૭.