Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 33 samyagdarshanani utkrushtAnu biju karaN.

< Previous Page   Next Page >


Page 90 of 315
PDF/HTML Page 114 of 339

 

૧૦૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान्
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।।३३।।

‘निर्मोहो’ दर्शनप्रतिबन्धकमोहनीयकर्मरहितः सद्दर्शनपरिणत इत्यर्थः इत्थंभूतो गृहस्थ मोक्षमार्गस्थो भवति ‘अनगारो’ यतिः पुनः ‘नैव’ मोक्षमार्गस्थो भवति किंविशिष्टः ? ‘मोहवान्’ दर्शनमोहोपेतः मिथ्यात्वपरिणत इत्यर्थः यत एवं ततो गृही गृहस्थो यो निर्मोहः स ‘श्रेयान्’ उत्कृष्टः कस्मात् ? मुनेः कथंभूतान् ? ‘मोहिनो’ दर्शनमोह- युक्तात् ।।३३।।

સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ સહિત બીજું કારણ.

શ્લોક ૩૩

અન્વયાર્થ :[ निर्मोह ] દર્શનમોહ રહિત (સમ્યગ્દ્રષ્ટિ) [गृहस्थः ] ગૃહસ્થ [मोक्षमार्गस्थः ] મોક્ષમાર્ગમાં સ્થિત છે, કિન્તુ [मोहवान् ] દર્શનમોહસહિત (મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી) [अनगारः ] મુનિ [मोक्षमार्गस्थः ] મોક્ષમાર્ગમાં સ્થિત [न एव ] નથી જ. તેથી [मोहितः ] મિથ્યાત્વી (દ્રવ્યલિંગી) [मुनेः ] મુનિ કરતાં [निर्मोहः ] મિથ્યાત્વરહિત (સમ્યગ્દ્રષ્ટિ) [गृही ] ગૃહસ્થ [श्रेयान् ] શ્રેષ્ઠ છે.

ટીકા :निर्मोहो’ દર્શનના (સમ્યગ્દર્શનના) પ્રતિબંધક મોહનીય કર્મથી રહિત, સમ્યગ્દર્શનરૂપ પરિણત એવો ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પરંતુ अनगारो’ યતિ (મુનિ) પણ नैव’ મોક્ષમાર્ગમાં સ્થિત નથી જ. કેવો મુનિ? मोहवान्’ દર્શનમોહ યુક્ત મિથ્યાત્વરૂપ પરિણત એવો. તેથી જે ગૃહસ્થ નિર્મોહ (દર્શનમોહરહિત) છે તે श्रेयान्’ ઉત્કૃષ્ટ છે. કોનાથી? મુનિથી. કેવા (મુનિથી)? मोहिनो’ દર્શનમોહ સહિત (મુનિથી).

ભાવાર્થ :દર્શનમોહ વિનાનોઅર્થાત્ સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, મોક્ષ તરફ જઈ રહ્યો છે, પણ મોહવાન (મિથ્યાદ્રષ્ટિ) અણગાર (મુનિ) મોક્ષમાર્ગી નથી, તે તો સંસારના માર્ગે જઈ રહ્યો છે.

જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી એવો અસંયત સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે, કારણ કે સાતઆઠ દેવમનુષ્યના ભવ ગ્રહણ કરી નિયમથી તે મોક્ષ જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદ્રષ્ટિ સાધુ થયો છે તોપણ મરીને ભવનત્રયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે.