કહાનજૈનશાસ્ત્રમાળા ]
શ્રાવક ગૃહસ્થ પંચમ ગુણસ્થાનવર્તી છે અને સમ્યગ્દર્શન રહિત મુનિ મિથ્યાદ્રષ્ટિ હોવાથી પ્રથમ ગુણસ્થાનવર્તી છે. મિથ્યાદ્રષ્ટિ મુનિથી સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. — એ કારણથી પણ સમ્યગ્દર્શન સર્વોત્કૃષ્ટ છે.
શ્રી કુંદકુંદાચાર્યે દર્શનપાહુડમાં કહ્યું છે કે —
જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, કારણ કે તે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, અનંતકાળે પણ નિર્વાણને પામતો નથી; પરંતુ જે સમ્યગ્દર્શન યુક્ત છે પણ ચારિત્રથી ભ્રષ્ટ થયો છે, તે દેવ – મનુષ્યના થોડાક ભવ કરી નિયમથી નિર્વાણ પામે છે.
‘‘અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી અને દ્રવ્યલિંગીને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યગ્દ્રષ્ટિથી પણ તેને અધિક કષાય છે.
‘‘વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે અને અઘાતિ કર્મોમાં પુણ્ય-પાપ બંધનો ભેદ શુભ-અશુભ યોગોને અનુસારે છે, માટે તે અંતિમ ગ્રૈવેયક સુધી પહોંચે છે. પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે અઘાતિ કર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા-નીચા પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્ય સંયોગો માત્ર સંસારદશાના સ્વાંગ છે અને પોતે તો આત્મા છે, માટે આત્મગુણના ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. હવે ઘાતિકર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કષાય અનુસાર છે, તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને ઘતિકર્મોનો બંધ થોડો હોય છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયાં કર્મોનો બંધ ઘણી સ્થિતિ-અનુભાગ સહિત હોય છે, ત્યારે અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ, તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ-અનુભાગ સહિત હોય છે.
‘‘દ્રવ્યલિંગીને ગુણશ્રેણિ નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યગ્દ્રષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ-સકળ સંયમ થતાં નિરંતર થાય છે, માટે મોક્ષમાર્ગી થયો છે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિથી હીન કહ્યો છે.૧......’’૩૩. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨૫૨.