કહાનજૈનશાસ્ત્રમાળા ]
इतोऽपि सद्दर्शनमेव ज्ञानचारित्राभ्यामुत्कृष्टमित्याह —
सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि ।
दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च वज्रन्ति नाप्यव्रतिकाः ।।३५।।
ભાવાર્થ : — ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક્ત્વ સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી; અર્થાત્ ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રી, નારાયણ, બલભદ્ર અને તીર્થંકરાદિક સમસ્ત ચેતન પદાર્થો અને મણિ – મંત્ર, ઔષધાદિક સમસ્ત અચેતન પદાર્થો સમ્યક્ત્વ સમાન ઉપકારક નથી, કારણ કે તેના સદ્ભાવમાં અવ્રતી ગૃહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતાં ઉત્તમ ગણાય છે. વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ દેવ – મનુષ્યના થોડાક ભવ કરી — અર્થાત્ સ્વર્ગાદિકનાં સુખ ભોગવી, નિયમથી મોક્ષ પામે છે; અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી, કારણ કે તેના સદ્ભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થથી હીન મનાય છે.
વળી દોલતરામજી કૃત ‘છઢાળા’માં કહ્યું છે કે —
सकल धरमको मूल यही इस बिन करनी दुःखकारी ।। (छहढाला ३/१६)
ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક્ત્વ સમાન અન્ય કોઈ સુખકારી નથી, તે સર્વ ધર્મોનું મૂળ છે, તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયા – બધું વૃથા છે અને દુઃખનું કારણ છે.
તેથી મોક્ષમાર્ગમાં સમ્યક્ત્વની જ ઉત્તમતા છે. ૩૪. આથી પણ સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રથી ઉત્કૃષ્ટ છે એમ કહે છે —
અન્વયાર્થ : — [सम्यग्दर्शनशुद्धाः ] સમ્યગ્દર્શનથી શુદ્ધ (સમ્યગ્દ્રષ્ટિ) જીવો [अव्रतिकाः ] વ્રત રહિત હોવા છતાં પણ [नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि ] નારકપણાને, તિર્યંચપણાને, નપુંસકપણાને અને સ્ત્રીપણાને તથા [दुष्कुलविकृताल्पायुर्दरिद्रताम् ] નીચ – કુલીનતાને, શરીરની બેડોળતાને, અલ્પાયુતાને અને દરિદ્રતાને [न व्रजन्ति ] પ્રાપ્ત