૧૦૪ ]
‘सम्यग्दर्शनशुद्धा’ सम्यग्दर्शनं शुद्धं निर्मलं येषां ते । सम्यग्दर्शनलाभात्पूर्वं बद्धायुष्कान् विहाय अन्ये ‘न व्रजन्ति’ न प्राप्नुबन्ति । कानि । ‘नारकतिर्यंङ्नपुंसक- स्त्रीत्वानि’ । त्वशब्दः प्रत्येकमभिसम्बध्यते नारकत्वं तिर्यक्त्वं नपुंसकत्वं स्त्रीत्वमिति । न केवलमेतान्येव न व्रजन्ति किन्तु ‘दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च’ । अत्रापि ताशब्दः प्रत्येकमभिसम्बध्यते ये निर्मलसम्यक्त्वाः ते न भवान्तरे दुष्कुलतां दुष्कुले उत्पत्तिं विकृततां काणकुंठादिरूपविकारं अल्पायुष्कतामन्तर्मुहूर्ताद्यायुष्कोत्पत्तिं, दरिद्रतां दारिद्रयोपेतकुलोत्पत्तिं । कथंभूता अपि एतत्सर्वं न व्रजन्ति । ‘अव्रतिका अपि’ अणुव्रतरहिता अपि । કરતા નથી. (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવો વ્રતરહિત હોવા છતાં નારકી, તિર્યંચ, નપુંસક અને સ્ત્રીમાં ઊપજતા નથી, નીચ કુળમાં જન્મતા નથી તથા તેમને શરીરની વિકલાંગતા, અલ્પાયુતા અને દરિદ્રતા પ્રાપ્ત થતી નથી.)
ટીકા : — ‘सम्यग्दर्शनशुद्धाः’ જેમનું સમ્યગ્દર્શન શુદ્ધ અર્થાત્ નિર્મળ છે તે (જીવો) અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જેમનાં આયુનો બંધ થઈ ગયો હોય તે સિવાયના બીજા (જીવો) ‘न व्रजन्ति’ પ્રાપ્ત કરતા નથી. શું (પ્રાપ્ત કરતા નથી?) ‘नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि’ – ‘त्व’ શબ્દનો સંબંધ પ્રત્યેક સાથે છે – જેમ કે ‘नारकत्वं’ – નારકપણું, ‘तिर्यंक्त्वं’ – તિર્યંચપણું, ‘नपुंसकत्वं’ – નપુંસકપણું અને ‘स्त्रीत्वं’ – સ્ત્રીપણું એ (સર્વને પ્રાપ્ત કરતા નથી). ફક્ત તેમને જ પ્રાપ્ત કરતા નથી, એટલું જ નહિ, પરંતુ ‘दुष्कुल विकृताल्पायुर्दरिद्रतां च’ – અહીં પણ ‘ता’ શબ્દનો પ્રત્યેક સાથે સંબંધ છે. જે શુદ્ધ – નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ બીજા ભવમાં ‘दुष्कुलतां’ ખરાબ કુળમાં – નીચ કુળમાં જન્મવું, ‘विकृततां’ કાણા – કુબડા આદિ કુરૂપને પામવું, ‘अल्पायुष्यतां’ અલ્પ આયુષ્યનું – અંતર્મુહૂર્ત આદિ આયુષ્યનું – પામવું, ‘दरिद्रतां’ ગરીબ કુળમાં જન્મવું – એ સર્વને પણ પ્રાપ્ત કરતા નથી – નીચ કુળમાં જન્મતા નથી, કુબડાં આદિ કુરૂપને પામતાં નથી, અલ્પ આયુષ્યને પામતાં નથી અને ગરીબ કુળમાં જન્મતા નથી.) કેવા હોવા છતાં તે સર્વને પ્રાપ્ત કરતા નથી? ‘अव्रतिका अपि’ અણુવ્રત રહિત હોવા છતાં તે પ્રાપ્ત કરતા નથી.
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ મર્યા પછી નારકી, તિર્યંચ, નપુંસક, સ્ત્રી, નીચ કુળવાન, વિકલાંગી, અલ્પ આયુષી અને દરિદ્ર — એ આઠ રૂપ થતો નથી; પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જો કોઈ આગળની ગતિના આયુનો બંધ થઈ જાય (આ આયુબંધની પૂર્વે જ સમ્યક્ત્વ છૂટી જાય) તો તેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, કિન્તુ સમ્યક્ત્વના પ્રભાવથી