કહાનજૈનશાસ્ત્રમાળા ]
ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય છે, કે સાતમા નરકનો આયુબંધ કર્યો હોય તો તે પ્રથમ નારકનો નારકી થાય, એકેન્દ્રિય નિગોદનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિમાં પંચેન્દ્રિય તિર્યંચ થાય, લબ્ધ્યપર્યાપ્તક મનુષ્યનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિનો મનુષ્ય થાય, વ્યંતરાદિક નીચ દેવોનો આયુબંધ કર્યો હોય તો તે કલ્પવાસી મહર્દ્ધિક દેવ થાય, અન્ય સ્થાનોમાં ઊપજે નહિ.
‘છઢાળા’માં ૩/૧૬માં કહ્યું છે કે —
થાવર વિકલત્રય પશુમેં નહિં, ઉપજત સમ્યક્ધારી.’’
સમ્યગ્દ્રષ્ટિ જીવ પ્રથમ નરક સિવાય (નરકાયુના બંધ પછી સમ્યક્ત્વ પામે તો) બાકીના છ નરકોમાં, જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી દેવોમાં, નપુંસકની પર્યાયમાં, સ્ત્રી પર્યાયમાં, સ્થાવર જીવોમાં, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવોમાં તથા પશુની પર્યાયમાં ઉત્પન્ન થતો નથી.
વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિને એકતાલીસ કર્મપ્રકૃતિઓનો નવીન બંધ થતો નથી. (જુઓ, ગોમ્મટસાર – કર્મકાણ્ડ ગાથા ૯૫ – ૯૬)
આ ગાથામાં સમ્યગ્દર્શન સાથે ‘શુદ્ધ’ વિશેષણ છે અને તેનો અર્થ ટીકાકારે ‘નિર્મળ’ કર્યો છે. તેથી તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે.
અહીં શુદ્ધ નિશ્ચય નયનો વિષય શુદ્ધ પર્યાય છે. સમ્યગ્દર્શન શુદ્ધ કહો, નિર્મળ કહો, પવિત્ર કહો કે નિશ્ચય સમ્યગ્દર્શન કહો — તે એક જ છે.
તેથી સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાનમાં અવ્રતી હોવા છતાં તેને નિશ્ચય સમ્યગ્દર્શન હોય છે.
એવા નિશ્ચય સમ્યગ્દર્શન સાથે ચોથા ગુણસ્થાનમાં સાચા દેવ – શાસ્ત્ર – ગુરુની વ્યવહાર શ્રદ્ધા હોય છે, પરંતુ તે શ્રદ્ધાગુણનો પર્યાય નથી; પણ તે ચારિત્રગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧૫૭ અને તેની ટીકા).૧ ૧.જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.