૧૦૬ ]
વ્યવહાર સમ્યગ્દર્શન તે શુભાશુભ હોવાથી બંધનું કારણ છે અને નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ પર્યાય હોવાથી સંવર – નિર્જરાનું કારણ છે, તેથી ઉપરોક્ત એકતાલીસ પ્રકૃતિઓનો બંધ થતો નથી, તેનો સંવર થાય છે.
વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ નરકાદિને પ્રાપ્ત થતો નથી, તેનું કારણ એ છે કે મિથ્યાદ્રષ્ટિને જેવા અનન્તાનુબંધી તીવ્ર કષાયો હોય છે, તેવા તીવ્ર કષાયો તેને હોતા નથી. તેને આર્ત્ત અને રૌદ્ર પરિણામ થાય છે, પણ મિથ્યાદ્રષ્ટિની જેમ તેઓ તેને તિર્યંચ કે નરકગતિનું કારણ થતા નથી, કારણ કે ‘નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે’ — એવી ભાવના તેને નિરંતર વર્તે છે.
બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૮ની સંસ્કૃત ટીકામાં કહ્યું છે કે —
‘‘........આર્ત્તધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી પ્રમત્ત ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. આ આર્ત્તધ્યાન, જોકે મિથ્યાદ્રષ્ટિ જીવોને, તિર્યંચ ગતિના બંધનું કારણ થાય છે,૧ તથાપિ જે જીવોને સમ્યક્ત્વ પ્રાપ્તિની પહેલાં તિર્યંચ આયુનો બંધ થઈ ચૂક્યો હોય તે સિવાય અન્ય સમ્યગ્દ્રષ્ટિને તે આર્ત્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી.
શંકાઃ — સમ્યગ્દ્રષ્ટિને આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ કેમ થતું નથી?
ઉત્તરઃ — કારણ કે ‘નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે’ — એવી વિશિષ્ટ ભાવનાના બળથી સમ્યગ્દ્રષ્ટિ જીવોને તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ પરિણામોનો અભાવ હોય છે.
૨રૌદ્રધ્યાન મિથ્યાદ્રષ્ટિથી પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. તે મિથ્યાદ્રષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે, છતાં પણ જે જીવે સમ્યક્ત્વની પહેલાં નરકાયુનો બંધ કરી લીધો હોય, તેના સિવાય અન્ય સમ્યગ્દ્રષ્ટિઓને એ રૌદ્રધ્યાન નરક ગતિનું કારણ થતું નથી.
પ્રશ્નઃ — સમ્યગ્દ્રષ્ટિને રૌદ્રધ્યાન નરકગતિનું કારણ કેમ થતું નથી?
ઉત્તરઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓને ‘નિજ શુદ્ધાત્મ તત્ત્વ જ ઉપાદેય છે’ — એવા ૧. तदविरत – देशविरत – प्रमत्तसंयतानाम् । (શ્રી પ્રવચનસાર)
૨.......रौद्रमविरत देशविरतयोः । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯, સૂત્ર ૩૫)