કહાનજૈનશાસ્ત્રમાળા ]
यद्येतत्सर्वं न व्रजन्ति तर्हि भवान्तरे कीदृशास्ते भवन्तीत्याह —
ओजस्तेजोविद्यावीर्य्यशोवृद्धिविजयविभवसनाथाः ।
माहाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः ।।३६।।
‘दर्शनपूताः’ दर्शनेन पूताः पवित्रिताः । दर्शनं वा पूतं पवित्रं येषां ते । ‘भवन्ति’ । ‘मानवतिलकाः’ मानवानां मनुष्याणां तिलका मण्डनीभूता मनुष्यप्रधाना इत्यर्थः । पुनरपि कथंभूता इत्याह ‘ओज’ इत्यादि ओज उत्साहः तेजः प्रतापः कान्तिर्वा, विद्या सहजा अहार्या च बुद्धिः, वीर्यं विशिष्टं सामर्थ्यं, यशो विशिष्टा ख्यातिः वृद्धिः कलत्रपुत्रपौत्रादिसम्पत्तिः, विजयः पराभिभवेनात्मनो गुणोत्कर्षंः, विभवो વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંકલેશ પરિણામોનો અભાવ હોય છે.’’ ૩૫
જો (સમ્યગ્દ્રષ્ટિ જીવો) એ બધાને (નારકી આદિ અવસ્થાને) પ્રાપ્ત કરતા નથી તો અન્ય ભવમાં તેઓ કેવા હોય છે – કેવા થાય છે? તે કહે છે —
અન્વયાર્થ : — [दर्शनपूताः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો (સમ્યક્ત્વથી શુદ્ધ – પવિત્ર થયેલા જીવો) [ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजयविभवसनाथाः ] ઉત્સાહ, પ્રતાપ (કાંતિ), વિદ્યા, બલ, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત [माहाकुलाः ] ઉચ્ચ કુળવાળા [च ] અને [महार्थाः ] મહાપુરુષાર્થોના સાધક [मानवतिलका ] મનુષ્યોમાં શિરોમણિ [भवन्ति ] થાય છે.
ટીકા : — ‘दर्शनपूताः’ જેઓ સમ્યગ્દર્શનથી પવિત્ર છે એવા અર્થાત્ જેમનું સમ્યગ્દર્શન પવિત્ર (શુદ્ધ) છે એવા શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો, ‘मानवतिलकाः’ મનુષ્યોના તિલક – શોભારૂપ થાય છે – મનુષ્યોમાં પ્રધાન (મુખ્ય) થાય છે. વળી શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો કેવા છે તે કહે છે – ‘ओज’ ઇત્યાદિ, ‘ओजस्’ ઉત્સાહ, ‘तेजः’ પ્રતાપ (કાન્તિ), ‘विद्या’ સહજ અહાર્ય (અતિશયરૂપ) બુદ્ધિ, ‘वीर्यं’ વિશિષ્ટ બળ – સામર્થ્ય, ‘यशो’ વિશિષ્ટ ખ્યાતિ, ‘वृद्धः’ સ્ત્રી – પૌત્રાદિરૂપ સંપત્તિ, ‘विजयः’ પરના પરાભવથી પોતાના ગુણોનો ઉત્કર્ષ અને