૧૦૮ ]
धनधान्यद्रव्यादिसम्पत्तिः, एतैः सनाथा सहिताः । तथा ‘माहाकुला’ महच्च तत् कुलं च माहाकुलं तत्र भवाः । ‘महार्था’ महान्तोऽर्था धर्मार्थकाममोक्षलक्षणा येषाम् ।।३६।। ‘विभवः’ ધન, ધાન્ય, દ્રવ્યાદિ સંપત્તિ – એ સર્વથી યુક્ત છે જેઓ એવા તથા ‘माहाकुलाः’ જેઓ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય છે એવા અને ‘महार्थाः’ જેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ મહાન અર્થો સાધ્ય છે એવા (અર્થાત્ જેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક છે એવા) — સમ્યગ્દ્રષ્ટિ જીવો મનુષ્યના તિલક થાય છે.
ભાવાર્થ : — શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો (મરીને) ઉત્સાહ, પ્રતાપ, કાંતિ, બળ, વિદ્યા, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત ઉચ્ચ કુળવાન અને ધર્મ – અર્થાદિ પુરુષાર્થોના સાધક મનુષ્યોના શિરોમણિ – રાજા થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધતાની સાથે સહચરરૂપે શુભભાવ પણ હોય છે. તે શુભભાવને અહીં વ્યવહારધર્મ સમજવો. તેના ફળરૂપે તેને લક્ષ્મી વગેરેનો સંયોગ થાય છે, પરંતુ તેને પુણ્યભાવનું કે તેના ફળરૂપ સંયોગી પદાર્થનું સ્વામિત્વ હોતું નથી, શ્રદ્ધામાં – અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી.
ચારિત્રની નબળાઈના કારણે તેનું સંયોગી પદાર્થ તરફ લક્ષ જાય છે, પરંતુ તે સંયોગી ભાવની સાથે પણ તે એકતા કરતો નથી, તેથી મોક્ષનો પુરુષાર્થ ચાલુ રાખી, તે બધાનો અભાવ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેનું નામ ધર્મ – અર્થ – કામ અને મોક્ષનો પુરુષાર્થ છે એમ સમજવું. આ દ્રષ્ટિએ જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને ‘माहार्थाः’ અર્થાત્ ધર્મ – અર્થ – કામ અને મોક્ષના સાધક કહ્યા છે.
જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, પરંતુ તેને અનાજ સાથે અનાયાસે ખડની (ઘાસની) પણ પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિને મોક્ષ માટે પુરુષાર્થ વચ્ચે સહજપણે – અનાયાસે ચક્રવર્તીપદાદિ પુણ્યની સામગ્રી મળ્યા વગર રહેતી નથી. (જુઓ, પરમાત્મપ્રકાશ ગાથા ૬૧, સંસ્કૃત ટીકા, અધ્યાય ૨ અને બૃહદ્ દ્રવ્યસંગ્રહ (હિન્દી) ગાથા ૩૮, પૃષ્ઠ ૧૫૧; (ગુજરાતી) પૃષ્ઠ ૧૮૧.)
આ પ્રકારની મોક્ષમાર્ગની સ્થિતિ ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, આ દર્શાવવા માટે ટીકાકારે સમ્યગ્દ્રષ્ટિ જીવોને ‘माहार्थाः’ કહ્યા છે.
વળી આ ગાથાથી એ ફલિત થાય છે કે – સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે અને તે