૧૧૦ ]
कथंभूताः ? अष्टगुणपुष्टितुष्टाः’ अष्टगुणा अणिमा, महिमा, लघिमा, प्राप्ति, प्राकाम्यं, ईशित्वं, वशित्वं, कामरूपित्वमितल्लक्षणास्ते च पुष्टिः स्वशरीरावयवानां सर्वदोषचितत्वं तेषां वा पुष्टिः परिपूर्णत्वं तया तुष्टाः सर्वदा प्रमुदिताः । तथा ‘प्रकृष्टशोभाजुष्टा’ इतरदेवेभ्यः प्रकृष्टा उत्तमा शोभा तया जुष्टा सेविताः इन्द्राः सन्त इत्यर्थः ।।३७।।
तथा चक्रवर्तीत्वमपि त एव प्राप्नुवन्तीत्याह —
नवनिधिसप्तद्वयरत्नाधीशाः सर्वभूमिपतयश्चक्रम् ।
वर्तयितुं प्रभवन्ति स्पष्टदृशः क्षत्रमौलिशेखरचरणाः ।।३८।। ‘रमन्ते’ રમે છે – ક્રીડા કરે છે. કેવા થઈને? ‘अष्टगुणपुष्टितुष्टाः’ આઠ ગુણો – અર્થાત્ અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ અને કામરુપિત્વ — એ રૂપ આઠ ૠદ્ધિઓ – તેમની પૂર્ણતાથી સંતુષ્ટ અર્થાત્ સર્વદા પ્રમુદિત (આનંદિત) અથવા તે આઠ ૠદ્ધિઓ રૂપ ગુણોથી તેમના શરીરના અવયવોની સર્વદા પુષ્ટિ – વૃદ્ધિ થાય છે, તેનાથી સદા સંતુષ્ટ તથા ‘प्रकृष्टशोभाजुष्टाः’ બીજા દેવોના કરતાં ઉત્કૃષ્ટ – ઉત્તમ શોભાયુક્ત થઈને અર્થાત્ અન્ય દેવોથી સેવિત ઇન્દ્રો થઈને.
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ જીવ મૃત્યુ પછી સ્વર્ગમાં ઇન્દ્ર પણ થાય છે. ત્યાં અણિમાદિ આઠ ૠદ્ધિઓની પૂર્ણતાથી આનંદિત થઈ વિશેષ સુંદર વૈક્રિયિક શરીર પ્રાપ્ત કરી, દેવ અને અપ્સરાઓની સભામાં લાંબા સમય સુધી રમે છે અને અન્ય દેવો તેની સેવા કરે છે.
આ ગાથા સૂચવે છે કે સમ્યક્ત્વની ભૂમિકામાં હેયબુદ્ધિએ કરેલા શુભ ભાવોના ફળરૂપે ઉપરોક્ત દર્શાવેલી અણિમાદિ આઠ ૠદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સર્વે સમ્યગ્દ્રષ્ટિઓ જિનેન્દ્રના ભક્તો હોય છે. ૩૭.
તથા ચક્રવર્તી પદને પણ તે (શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિઓ) જ પ્રાપ્ત કરે છે – એમ કહે છે —
અન્વયાર્થ : — [स्पष्टदृशः ] જેઓ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ જ [नवनिधिसप्तद्वयरत्नाधीशाः ] નવનિધિ અને ચૌદ રત્નોના સ્વામી થયા થકા તથા