કહાનજૈનશાસ્ત્રમાળા ]
ये ‘स्पष्टदृशो’ निर्मलसम्यक्त्वाः । त एव ‘चक्रं’ चक्ररत्नं । ‘वर्तयितुं’ आत्माधीनतया तत्साध्यनिखिलकार्येषु प्रवर्तयितुं । ‘प्रभवन्ति’ ते समर्था भवन्ति । कथंभूताः ? सर्वभूमिपतयः सर्वा चासौ भूमिश्च षट्खण्डपृथ्वी तस्याः पतयः चक्रवर्तिनः । पुनरपि कथंभूताः ? ‘नवनिधिसप्तद्वयरत्नाधीशा’ नवनिधयश्च सप्तद्वयरत्नानि सप्तानां द्वयं तेन संख्यातानि रत्नानि चतुर्दश तेषामधीशाः स्वामिनः । क्षत्रमौलिशेखरचरणाः क्षताद्दोषात् त्रायन्ते रक्षन्ति प्राणिनो ये ते क्षत्रा राजानस्तेषां मौलयो१ मुकुटानि तेषु शेखरा आपीठास्तेषु चरणानि येषां ।।३८।। [क्षत्रमौलिशेखरचरणाः ] જેમનાં ચરણોને રાજાઓના મુગટની કલગીઓ સ્પર્શે છે અર્થાત્ જેમના ચરણોમાં રાજાઓનાં મસ્તકો ઝૂકે છે એવા [सर्वभूमिपतयः ] સમસ્ત ભૂમિના (છ ખંડના) માલિક થયા થકા (અર્થાત્ ચક્રવર્તી થયા થકા) [चक्रम् ] ચક્ર (અર્થાત્ આજ્ઞા) [वर्तयितुम् ] વર્તાવવાને (ચલાવવાને) [प्रभवन्ति ] સમર્થ થાય છે.
ટીકા : — જેઓ ‘स्पष्टदृशो’ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ જ ‘चक्रं’ ચક્રરત્ન ‘वर्तयितुम्’ તેનાથી (ચક્રથી) સાધ્ય સર્વકાર્યોમાં સ્વાધીનપણે પ્રવર્તાવવાને ‘प्रभवन्ति’ સમર્થ થાય છે. કેવા છે તેઓ? ‘सर्वभूमिपतयः’ સર્વભૂમિ અર્થાત્ છ ખંડ પૃથ્વીના પતિ (સ્વામી) — અર્થાત્ ચક્રવર્તી છે એવા. વળી કેવા છે? ‘नवनिधिसप्तद्वयरत्नाधीशाः’ નવનિધિઓ અને (સંખ્યાએ) ચૌદ રત્નોના સ્વામી છે એવા. ‘क्षत्रमौलिशेखरचरणाः’ ક્ષત એટલે દોષથી જે પ્રાણીઓની રક્ષા કરે તે ક્ષત્રો એટલે રાજાઓ છે, તેમના મુકુટની કલગીઓ જેમનાં ચરણોને સ્પર્શે છે એવા તેઓ છે.
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ જીવ નિર્મળ સમ્યક્ત્વના પ્રભાવથી સ્વર્ગથી ચ્યવી મનુષ્ય ભવમાં ચક્રવર્તી પણ થાય છે. તે વીસ હજાર દેશોના સમૂહરૂપ પૃથ્વીના છ ખંડનો સ્વામી હોય છે અને બધા દેશોમાં પોતાની આજ્ઞા (ચક્ર) પ્રવર્તાવવાને સમર્થ હોય છે. વળી તે બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓનો અધિપતિ અને ૧નવનિધિ અને ૨ચૌદ રત્નોનો સ્વામી હોય છે. ૩૮. १. मौलयो मस्तकानि तेषु शेखराणि मकुटानि तानि चरणेषु येषां घ० । ૧. નવનિધિ – કાલ, મહાકાલ, પાંડુક, માણવ, શંખ, નૈસર્પ્ય, પદ્મ, પિંગ અને સર્વરત્ન. ૨. ચૌદ રત્ન – ચક્ર, છત્ર, ખડ્ગ, દંડ, ચૂડામણિ, સેનાપતિ, ચર્મરત્ન, શિલ્પકાર, કાકિણી, ગૃહપતિ,