૧૧૨ ]
तथा धर्मचक्रिणोऽपि सद्दर्शनमाहात्म्याद् भवन्तीत्याह —
‘दृष्टया’ सम्यग्दर्शनमाहात्म्येन । ‘वृषचक्रधरा भवन्ति’ वृषो धर्मः तस्य चक्रं वृषचक्रं तद्धरन्ति ये ते वृषचक्रधरास्तीर्थकराः । किंविशिष्टाः ? ‘नूतपादाम्भोजाः’ पादावैवाम्भोजे, नूते स्तुते पादाम्भोजे येषां । कैः ? ‘अमरासुरनरपतिभिः’ अमरपतयः ऊर्ध्वलोकस्वामिनः सौधर्मादयः, असुरपतयोऽधोलोकस्वामिनो धरणेन्द्रादयः, नरपतयः तिर्यग्लोकस्वामि- नश्चक्रवर्तिनः । न केवलमेतैरेव नूतपादाम्भोजा, किन्तु ‘यमधरपतिभिश्च’ यमं व्रतं धरन्ति ये ते यमधरा मुनयस्तेषां पतयो गणधरास्तैश्च । पुनरपि कथंभूतास्ते ? ‘सुनिश्चितार्था’ शोभनो
તથા સમ્યગ્દર્શનના માહાત્મ્યથી ધર્મચક્રી (તીર્થંકર) પણ થાય છે એમ કહે છે —
અન્વયાર્થ : — [दृष्टया ] જીવ સમ્યગ્દર્શનના માહાત્મ્યથી [अमरसुरनरपतिभिः ] દેવેન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી દ્વારા [च ] તેમ જ [यमधरपतिभिः ] મુનિઓના સ્વામી ગણધરો દ્વારા [नूतपादाम्भोजाः ] જેમનાં ચરણકમળોની સ્તુતિ કરવામાં આવે છે એવા, [सुनिश्चितार्थाः ] જેમને ધર્માદિ પદાર્થોનો સારી રીતે (સંપૂર્ણપણે) નિશ્ચય થયો છે એવા તથા [लोकशरण्याः ] ત્રણ લોકના શરણભૂત એવા [वृषचक्रधराः ] ધર્મચક્રના ધારક તીર્થંકરો [भवन्ति ] થાય છે.
ટીકા : — ‘दृष्टया’ સમ્યગ્દર્શનના માહાત્મ્યથી ‘वृषचक्रधरा भवन्ति’ – वृषः એટલે ધર્મ – તેનું ચક્ર તે વૃષચક્ર – ધર્મચક્ર, તેને જે ધરે તે ધર્મચક્રના ધારકો તીર્થંકરો થાય છે. તે કેવા છે? ‘नूतपादाम्भोजाः’ પાદ એ જ કમળો – ચરણકમળો જેનાં સ્તવવામાં આવે છે તેવા, કોની દ્વારા (પ્રશંસિત)? ‘अमरासुरनरपतिभिः’ અમરપતિ એટલે ઊર્ધ્વલોકના સ્વામી – સૌધર્મ આદિ, અસુરપતિ એટલે અધોલોકના સ્વામી – ધરણેન્દ્ર આદિ અને નરપતિ એટલે તિર્યગ્લોકના (મધ્યલોકના) સ્વામી – ચક્રવર્તીઓ દ્વારા – ફક્ત તેમના દ્વારા જ (તેમનાં) ચરણકમળો પ્રશંસિત છે, એટલું જ નહિ કિન્તુ ‘यमधरपतिभिश्च’ જે યમ એટલે વ્રતને ધારણ કરે છે તે યમધરો – મુનિઓ, તેમના પતિ – ગણધરો, તેમના દ્વારા પણ (પ્રશંસિત છે).