કહાનજૈનશાસ્ત્રમાળા ]
निश्चितः परिसमाप्ति गतोऽर्थो धर्मादिलक्षणो येषां । तथा ‘लोकशरण्याः’ अनेकविध- दुःखदायिभिः कर्मारातिभिरुपद्रुतानां लोकानां शरणे साधवः ।।३९।।
तथा मोक्षप्राप्तिरपि सम्यग्दर्शनशुद्धानामेव भवतीत्याह —
વળી તેઓ કેવા છે? ‘सुनिश्चितार्थाः’ જેમને ધર્માદિરૂપ અર્થ સારી રીતે નિશ્ચિત થયો છે અર્થાત્ પરિસમાપ્તિએ (પૂર્ણતાએ) પામ્યો છે, (અર્થાત્ જેમને ધર્માદિ પદાર્થોનો સમ્યક્ પ્રકારે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે – શ્રદ્ધાન થયું છે) તેવા તથા ‘लोकशरण्याः’ અનેક પ્રકારના દુઃખદાયી કર્મ – શત્રુઓ દ્વારા ઉપદ્રવ પામેલા લોકોના જેઓ શરણભૂત છે એવા.
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ જીવ મૃત્યુ બાદ સમ્યક્ત્વના માહાત્મ્યથી દેવેન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી તથા ગણધરો દ્વારા પૂજનીય થાય છે તથા ત્રણ લોકના શરણભૂત, ધર્મચક્રના ધારક તીર્થંકર પણ થાય છે.
તીર્થંકરદેવ ત્રણ લોકના અધિપતિઓ દ્વારા પૂજનીય છે – એ બતાવે છે કે ત્રણ લોકમાં તીર્થંકરદેવનું પુણ્ય – ફળ સૌથી ઉત્કૃષ્ટ છે. વળી જ્ઞાનીઓ અને ત્યાગીઓમાં ગણધર સૌથી મોટા છે, તેઓ પણ શ્રોતાઓની કોટિમાં બેસી ધર્મ શ્રવણ કરે છે, તે બતાવે છે કે ધર્મમાં પણ તીર્થંકરદેવ સૌથી ઉત્તમ છે. વિહારકાળે તેમની મહત્તાસૂચક એક ધર્મચક્ર તીર્થંકર ભગવાનની આગળ ચાલે છે.
આ પ્રમાણે ત્રણ લોકના રાજા – મહારાજાઓ, ઇન્દ્રો, જ્ઞાનીઓ, ત્યાગીઓ, ધર્માત્માઓ – સર્વે જેમને પૂજે છે, જેમનું શરણ લે છે – એવા સામર્થ્યશાળી અલૌકિક પુરુષ – તીર્થંકરદેવ – સમ્યગ્દર્શનના જ માહાત્મ્યથી થાય છે. ૩૯.
તથા મોક્ષની પ્રાપ્તિ પણ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે તે કહે છે —
અન્વયાર્થ : — [दर्शनशरणाः ] સમ્યગ્દર્શન જેમનું શરણ છે એવા જીવો [अजरम् ] ઘડપણરહિત, [अरुजम् ] રોગરહિત, [अक्षयम् ] ક્ષયરહિત, [अव्याबाधम् ]