૧૧૪ ]
‘दर्शनशरणाः’ दर्शनं शरणं१ संसारापायपरिरक्षकं येषां, दर्शनस्य वा शरणं रक्षणं यत्र ते । ‘शिवं’ मोक्षं । भजन्त्यनुभवन्ति । कथंभूतं ? ‘अजरं’ न विद्यते जरा वृद्धत्वं यत्र । ‘अरुजं’ न विद्यते रुग्व्याधिर्यत्र । ‘अक्षयं’ न विद्यते लब्धानन्तचतुष्टयक्षयो२ यत्र । ‘अव्याबाधं’ न विद्यते दुःखकारणेन केनचिद्विविधा विशेषेण वा अबाधा यत्र । ‘विशोकभयशङ्कं’ विगता शोकभयशङ्का यत्र । ‘काष्ठागतसुखविद्याविभवं’ काष्ठां परमप्रकर्षं गतः प्राप्तः सुखविद्ययोर्विभवो विभूतिर्यत्र । ‘विमलं’ विगतं मलं द्रव्यभावरूपकर्म३ यत्र ।।४०।। બાધારહિત, [विशोकभयशंकम् ] શોક, ભય તથા શંકા રહિત [काष्ठागतसुखविद्याविभवम् ] જ્યાં સુખ અને જ્ઞાનનો વૈભવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેવા – અર્થાત્ સર્વોત્કૃષ્ટ સુખ અને સર્વોત્કૃષ્ટ જ્ઞાનસહિત, [विमलं ] મલરહિત, અર્થાત્ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ મલરહિત [शिवम् ] મોક્ષને [भजन्ति ] પામે છે.
ટીકા : — ‘दर्शनशरणाः’ જેમને સમ્યગ્દર્શન શરણ છે – અર્થાત્ સમ્યગ્દર્શન જેમનું સંસારનાં દુઃખમાંથી રક્ષણ કરનાર છે – અથવા જેમને સમ્યગ્દર્શનનું શરણ છે – રક્ષણ છે, તેઓ ‘शिवं भजन्ति’ મોક્ષ પામે છે – અનુભવે છે. કેવા (મોક્ષને)? ‘अजरं’ જ્યાં જરા એટલે ઘડપણ નથી, ‘अरुजम्’ જ્યાં રુજ એટલે રોગ – વ્યાધિ નથી, ‘अक्षयम्’ જ્યાં પ્રાપ્ત થયેલા અનંત ચતુષ્ટયનો ક્ષય નથી, ‘अव्याबाधम्’ જ્યાં કોઈ દુઃખ પડવાથી અથવા વિવિધ પ્રકારથી બાધા નથી, ‘विशोकभयशंकम्’ જ્યાં શોક, ભય અને શંકાનો નાશ થઈ ગયો છે, ‘काष्ठागतसुखविद्याविभवम्’ જ્યાં સુખ અને જ્ઞાનનો વિભવ – વિભૂતિ પરાકાષ્ઠાએ પહોંચી છે તથા ‘विमलं’ જ્યાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ મળનો નાશ થયો છે તેવા (મોક્ષને પામે છે.)
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. જ્યાં ઘડપણ, રોગ, ક્ષય, બાધા, શોક, ભય અને શંકાનો તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ મલનો સર્વથા અભાવ હોય છે તથા નવ ક્ષાયિક લબ્ધિઓ તથા અનંતદર્શનાદિ અનંતચતુષ્ટયનો સદા સદ્ભાવ હોય છે. ૪૦. १. शरणं संसारापायपरिरक्षकं येषां, दर्शनस्य वा शरणं रक्षणं यत्र ते शिवं घ० । २. चतुष्टयस्वरूपस्य घ० । ३. द्रव्यभावस्वरूपं कर्म घ० ।