૧૧૬ ]
लब्ध्वा राज्ञामिन्द्राश्चक्रवर्तिनस्तेषां चक्रं चक्ररत्नं । किं विशिष्टं ? ‘अवनीन्द्रशिरोऽर्चनीयं’ अवन्यां निजनिजपृथिव्वां इन्द्रा मुकुटबद्धा राजानस्तेषां शिरोभिरर्चनीयं । तथा ‘धर्मेन्द्रचक्रं’ लब्ध्वा धर्मस्तस्योत्तमक्षमादिलक्षणस्य चारित्रलक्षणस्य वा इन्द्रा अनुष्ठातारः प्रणेतारो वा तीर्थकरादयस्तेषां चक्रं संघातं धर्मेन्द्राणां वा तीर्थकृतां सूचकं चक्रं धर्मचक्रं । कथंभूतं ? ‘अधरीकृतसर्वलोकं’ अधरीकृतो भृत्यतां नीतः सर्वलोकस्त्रिभुवनं येन तत् । एतत्सर्वं१ लब्ध्वा पश्चाच्छिवं चोपैति भव्य इति ।।४१।। અપરિમિત (અમાપ) હોય છે, તથા ‘राजेन्द्रचक्रम्’ રાજાઓના ઇન્દ્રો તે રાજેન્દ્રો – ચક્રવર્તીઓ, ચક્રવર્તીઓના ચક્રરત્નને પ્રાપ્ત કરે છે. ‘अवनींद्रशिरोऽर्चनीयम्’ કે જે પોતપોતાની પૃથ્વીઓના અધિપતિ મુકુટબદ્ધ રાજાઓનાં મસ્તકો દ્વારા પૂજનીય હોય છે, તથા ‘धर्मेन्द्रचक्रम्’ ધર્મેન્દ્રચક્રને – ઉત્તમ ક્ષમાદિરૂપ અથવા ચારિત્રરૂપ ધર્મના ઇન્દ્રોના અનુષ્ઠાતા અથવા પ્રણેતા – તીર્થંકર આદિના સમૂહને અથવા ધર્મેન્દ્રોના – તીર્થંકરોના સૂચક ધર્મચક્રને પ્રાપ્ત કરે છે. ‘अधरीकृतसर्वलोकम्’ કે જેણે સર્વ લોકને (ત્રણ ભુવનને) દાસરૂપ બનાવ્યા છે (પોતાના મહિમા આગળ ત્રણ ભુવનને જેણે તુચ્છ (હલકા) કરી દીધા છે – નીચે પાડી દીધા છે) — એ બધું પ્રાપ્ત કરીને પછી સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષ પામે છે.
ભાવાર્થ : — આ અંતિમ શ્લોકમાં આચાર્ય શ્લોક ૩૬ થી ૪૧ સુધીનો ઉપસંહાર કરતાં કહે છે કે – સમ્યક્ત્વના પ્રભાવે સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉત્તમ સાંસારિક સુખ હેયબુદ્ધિએ ભોગવી – અર્થાત્ ઉત્તમ મનુષ્યપણું, ઇન્દ્રની અપરિમિત વિભૂતિ, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ દ્વારા પૂજનીય ચક્રવર્તીપદ અને ત્રૈલોક્ય પૂજ્ય તીર્થંકરપદ પ્રાપ્ત કરીને અંતે મોક્ષ પામે છે.
સમ્યક્ત્વ આત્માનો શુદ્ધ પરિણામ છે, તેનાથી સંવર – નિર્જરા પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં જે સમ્યક્ત્વનું ફળ લૌકિક સુખ બતાવ્યું છે તે ઉપચરિત કથન છે; વાસ્તવમાં તે સમ્યક્ત્વનું ફળ નથી પણ ભૂમિકાનુસાર વર્તતા તેના સહચરરૂપ પ્રશસ્ત શુભ રાગનું તે ફળ છે, એમ સમજવું.
સમ્યગ્દ્રષ્ટિને દર્શનમોહનો અભાવ હોવાથી તેમને સત્યાર્થ શ્રદ્ધાન, સત્યાર્થ જ્ઞાન પ્રગટ હોય છે અને મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી કષાયનો પણ અભાવ હોવાથી તેને સ્વરૂપાચરણચારિત્ર પણ અંશે હોય છે. १. तत्सर्वं लब्ध्वा पश्चाच्च शिवमुपैति भव्य इति घ० ।