૧૩૦ ]
‘द्रव्यानुयोगदीपो’ १‘द्रव्यानुयोगसिद्धान्तसूत्रं तत्त्वार्थसूत्रादिस्वरूपो द्रव्यागमः स एव दीपः स । ‘आतनुते’ विस्तारयति अशेषविशेषतः प्ररूपयति । के ? ‘जीवाजीवसुतत्त्वे’ उपयोगलक्षणो जीवः तद्विपरीतोऽजीवः तावेव शोभने अबाधिते तत्त्वे वस्तुस्वरूपे आतनुते । तथा ‘पुण्यापुण्ये’ सद्वेद्यशुभायुर्नामगोत्राणि हि पुण्यं ततोऽन्यत्कर्मापुण्यमुच्यते, ते च मूलोत्तरप्रकृतिभेदेनाशेषविशेषतो द्रव्यानुयोगदीप आतमुते । तथा ‘बन्धमोक्षौ च’
એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.’’૨. ૪૫.
અન્વયાર્થ : — [द्रव्यानुयोगदीपः ] દ્રવ્યાનુયોગરૂપી દીપક [जीवाजीवसुतत्त्वै ] જીવ અને અજીવ સુતત્ત્વોને, [पुण्यापुण्ये ] પુણ્ય તથા પાપને [च ] અને [बन्धमोक्षौ ] બંધ તથા મોક્ષને [श्रुतविद्यालोकं ] ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે [आतनुते ] વિસ્તારપૂર્વક નિરૂપે છે – પ્રગટ કરે છે.
ટીકા : — ‘द्रव्यानुयोगदीपो’ દ્રવ્યાનુયોગ સિદ્ધાન્તસૂત્ર – તત્ત્વાર્થ સૂત્રાદિ સ્વરૂપ દ્રવ્યાગમ – એવો જ દીપક (અર્થાત્ દ્રવ્યાનુયોગરૂપી દીપક) તે ‘आतनुते’ વિસ્તારે છે અર્થાત્ સંપૂર્ણપણે પ્રરૂપે છે. કોને (પ્રરૂપે છે)? ‘जीवाजीवसुतत्त्वे’ જેનું લક્ષણ ઉપયોગ છે તે જીવ અને તેનાથી વિપરીત લક્ષણ જેનું છે તે અજીવ છે. તે બંને શોભન (સુંદર) – અબાધિત તત્ત્વોને – વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે. તથા ‘पुण्यापुण्ये’ શાતાવેદની, શુભઆયુ, શુભનામ અને શુભગોત્ર – એ પુણ્યકર્મ છે. અને તેનાથી અન્ય વિપરીત કર્મ (અર્થાત્ અશાતાવેદની, અશુભઆયુ, અશુભનામ અને અશુભગોત્ર) અપુણ્ય (પાપ) કર્મ કહેવાય છે. તેમને મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી સમસ્ત વિષયોપૂર્વક દ્રવ્યાનુયોગરૂપી દીપક પ્રગટ કરે છે. તથા ‘बन्धमोक्षौ च’ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ કારણોથી १. द्रव्यानुयोगः सिद्धान्तः ख ૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૩.