કહાનજૈનશાસ્ત્રમાળા ]
मिथ्यात्वाविरतिप्रमादकषाययोगलक्षणहेतुवशादुपार्जितेन कर्मणा सहात्मनः संश्लेषो बन्धः बन्धहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षलक्षणो मोक्षस्तावप्यशेषतः द्रव्यानुयोगदीप आतनुते । कथं ? श्रुतविद्यालोकं श्रुतविद्या भावश्रुतं सैवालोकः प्रकाशो यत्र१ कर्मणि तद्यथा भवत्येवं जीवादीनि स प्रकाशयतीति ।।४६।। ઉપાર્જિત કરેલાં કર્મ સાથે આત્માનો સંશ્લેષ (ગાઢ સંબંધ) તે બંધ, બંધ હેતુનો અભાવ (આસ્રવનો અભાવ અર્થાત્ સંવર) અને નિર્જરાથી (સંવર અને નિર્જરા એ બંનેથી) સમસ્ત કર્મનો છૂટકારો થવો તે મોક્ષ છે. તે બંનેને બંધ અને મોક્ષને પણ દ્રવ્યાનુયોગરૂપી દીપક સંપૂર્ણપણે પ્રગટ કરે છે. કેવી રીતે? ‘श्रुतविद्यालोकं’ શ્રુતજ્ઞાન એટલે ભાવશ્રુતજ્ઞાન – તેનો પ્રકાશ જે રીતે થાય તે રીતે, તે (દ્રવ્યાનુયોગ દીપક) જીવાદિને પ્રકાશે છે.
ભાવાર્થ : — દ્રવ્યાનુયોગરૂપી દીપક, જીવ – અજીવ સુતત્ત્વોને, પુણ્ય – પાપને અને બંધ – મોક્ષ તત્ત્વોને, જે રીતે ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તે રીતે, પ્રગટ કરે છે – વિસ્તારે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ જે જ્ઞાન જીવ – અજવ સુતત્ત્વોને, પુણ્ય – પાપ તત્ત્વોને અને બંધ – મોક્ષ તત્ત્વોને પ્રકાશિત કરે છે – જાણે છે તે દ્રવ્યાનુયોગ ભાવશ્રુતજ્ઞાન છે.
‘‘દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ, જીવ – અજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ – પરને જાણતો નથી, તેને હેતુ – દ્રષ્ટાન્ત – યુક્તિ અને પ્રમાણ – નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે અહીં બતાવ્યું છે; કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થઈ અન્ય મતનાં કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ પણ થાય તથા જો તેના ભાવનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય.
‘‘વળી જેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય – તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાન અનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ, કોઈ વિદ્યા શીખી લીધી હોય પણ જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે, તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય, તેમ આને તત્ત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તે १. तेन कर्मणि ग ।