૧૩૨ ]
દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય, અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ – હેતુ – દ્રષ્ટાન્તાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું......’’૨
‘‘શંકાઃ — દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે, તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત – સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.’’
‘‘સમાધાનઃ – જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ – પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકાર છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે — એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.’’૩ ૪૬.
१. प्रशस्तिकेयं ख पुस्तके नास्ति । ૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ – પૃષ્ઠ ૨૭૪,
૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૯૪, ૨૯૫.