કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथ चरित्ररूपं धर्मं व्याचिख्यासुराह —
‘चरणं’ हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं । ‘प्रतिपद्यते’ स्वीकरोति । कोऽसौ ? ‘साधु’- र्भव्यः । कथंभूतः ? ‘अवाप्तसंज्ञानः’ । कस्मात् ? ‘दर्शनलाभात्’ तल्लाभोऽपि तस्य कस्मिन् सति संजातः ? ‘मोहतिमिरापहरणे’ मोहो दर्शनमोहः स एव तिमिरं तस्यापहरणे यथासम्भवमपशमे क्षये क्षयोपशमे वा । अथवा मोहो दर्शनचारित्रमोहस्तिमिरं ज्ञानावरणादि
હવે ચારિત્રરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવા ઇચ્છનાર કહે છે —
અન્વયાર્થ : — [मोहतिमिरापहरणे ] દર્શનમોહરૂપી અંધકાર દૂર થતાં [दर्शनलाभात् ] સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી [अवाप्तसंज्ञानः ] જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો [साधुः ] ભવ્ય જીવ, [रागद्वेषनिवृत्यै ] રાગ – દ્વેષની નિવૃતિ માટે (રાગ-દ્વેષને દૂર કરવા માટે) [चरणम् ] સમ્યક્ચારિત્ર [प्रतिपद्यते ] ધારણ કરે છે.
ટીકા : — ‘चरणं’ હિંસાદિથી નિવૃત્તિરૂપ ચારિત્રને ‘प्रतिपद्यते’ સ્વીકારે છે – ધારણ કરે છે. કોણ તે? ‘साधुः’ ભવ્ય જીવ, કેવો (ભવ્ય જીવ)? ‘अवाप्तसंज्ञानंः’ જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો. શાથી — (શા કારણથી)? ‘दर्शनलाभात्’ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી. તેની પ્રાપ્તિ પણ તેને શું થતાં થઈ? ‘मोहतिमिरापहरणे’ મોહ એટલે દર્શનમોહ (દર્શનમોહરૂપી) – અંધકાર – તે દૂર થતાં અર્થાત્ યથાસંભવ તેનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થતાં – અથવા મોહ એટલે દર્શન – ચારિત્રમોહ અને તિમિર (અંધકાર) એટલે જ્ઞાનાવરણાદિ –