Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 124 of 315
PDF/HTML Page 148 of 339

 

૧૩૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तयोरपहरणे अयमर्थःदर्शनमोहापहरणे दर्शनलाभः तिमिरापहरणे सति दर्शनलाभादवाप्तसंज्ञानः भवत्यात्मा ज्ञानावरणापगमे हि ज्ञानमुत्पद्यमानं सद्दर्शनप्रसादात् सम्यग्व्यपदेशं लभते, तथाभूतश्चात्मा चारित्रमोहापगमे चरणं प्रतिपद्यते किमर्थं ? ‘रागद्वेषनिवृत्त्यै’ रागद्वेषनिवृत्तिनिमित्तं ।।४७।। તે બંને દૂર થતાં (સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ). આનો અર્થ એ છે કેદર્શનમોહ દૂર થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનાવરણાદિકરૂપ અંધકારનો નાશ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આત્મા સમ્યગ્જ્ઞાની થાય છે. જ્ઞાનાવરણનો અભાવ થતાં (ક્ષયોપશમ થતાં) જે જ્ઞાન ઉત્પન્ન (પ્રગટ) થાય છે, તે સમ્યગ્દર્શનના પ્રસાદથી સમ્યક્ નામ પામે છે. (જ્ઞાન સમ્યગ્જ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે) અને આવો આત્મા, ચારિત્રમોહનો નાશ થતાં, ચારિત્ર અંગીકાર કરે છે. શા માટે?

रागद्वेषनिवृत्त्यै’ રાગદ્વેષની નિવૃત્તિ માટે (તે ચારિત્ર ગ્રહણ

કરે છે.)

ભાવાર્થ :મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થતાંદર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાય વેદનીય (ચારિત્રમોહનીય)નો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી જેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું છે તેવો ભવ્ય આત્મા, રાગદ્વેષને દૂર કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે.

આ શ્લોકમાં આચાર્યે મુખ્ય બે બાબતો દર્શાવી છે(૧) ચારિત્ર ધારણ કરનારની યોગ્યતા અને (૨) ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય. જ્યારે જીવને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ તે સમ્યક્ચારિત્ર ધારણ કરવાને પાત્ર બને છે; તે સિવાય તેનું ચારિત્ર મિથ્યાચારિત્ર નામ પામે છે. રાગદ્વેષાદિનો અભાવ કરવો તે સમ્યક્ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય છે.

જેમ જે સમયે અંધકાર નાશ પામે છે તે જ સમયે પ્રકાશ ઉત્પન્ન થાય છે, (અંધકારનો નાશ અને પ્રકાશનો ઉત્પાદ બંને એક જ સમયે હોય છે.) તેમ જે સમયે દર્શનમોહાદિનો અભાવ થાય છે તે જ સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે, અને જે સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે તે જ સમયે પૂર્વનું મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનબંને સમ્યક્રૂપે પરિણમે છે.

જેમ મેઘપટલનો અભાવ થતાંની સાથે જ (યુગપદ્) સૂર્યનો પ્રતાપ અને પ્રકાશ ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય શ્લોક ૩૭, ૩૮.