કહાનજૈનશાસ્ત્રમાળા ]
तन्निवृत्तावेव हिंसादिनिवृत्तेः संभवादित्याह — બંનેનો એકીસાથે આવિર્ભાવ થાય છે તેમ મિથ્યાત્વનો અભાવ થતાં જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની – બંનેની એક સાથે પ્રાપ્તિ થાય છે.૧
જોકે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એકી સાથે (યુગપદ્) ઉત્પન્ન થાય છે, તોપણ તે બંને અલગ – અલગ છે, કારણ કે બંનેના લક્ષણ ભિન્ન – ભિન્ન છે. સમ્યગ્દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ જાણવું તે છે અને તે બંનેમાં કારણ – કાર્ય ભાવનો પણ ભેદ છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે.૨ જેમ દીપકથી જ્યોતિ અને પ્રકાશ બંને એક સાથે પ્રગટ થાય છે, તોપણ લોકો કહે છે કે દીપકની જ્યોતિથી પ્રકાશ થાય છે, તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ જોકે એક સાથે ઉત્પન્ન થાય છે, તોપણ તે બંનેમાં કારણ – કાર્યભાવ છે, અર્થાત્ સમ્યગ્દર્શનના નિમિત્તે સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્યાં સુધી સમ્યગ્દર્શન હોતું નથી ત્યાં સુધી સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. સમ્યગ્દર્શન કારણ અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે.૩ ૪૭.
તેમની (રાગ – દ્વેષાદિની) નિવૃત્તિ થતાં જ હિંસાદિની નિવૃત્તિ સંભવે છે – એમ કહે છે — १. यदाऽस्य दर्शनमोहस्योपशमात्क्षयोपशमाद्वा आत्मा सम्यग्दर्शनपर्यायेणाविर्भवति, तदैव तस्य मत्यज्ञान
૨.સમ્યક્ સાથૈ જ્ઞાન હોય, પૈ ભિન્ન આરાધૌ,
લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ;
સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ,
યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકતૈં હોઈ. ૧. (છહઢાળા ૪ – ૧) ३. सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जनाः ।