૧૩૬ ]
‘हिंसादेः निवर्तना’ व्यावृत्तिः कृता भवति । कुतः ? ‘रागद्वेषनिवृत्तेः’ । अयमत्र तात्पर्यार्थंः — प्रवृत्तरागादिक्षयोपशमादेः हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं भवति । ततो भाविरागादिनिवृत्तेरेवं प्रकृष्टतरप्रकृष्टतमत्वाद् हिंसादि निवर्तते । देशसंयतादिगुणस्थाने रागादिहिंसादिनिवृत्तिस्तावद्वर्तते यावन्निःशेषरागादिप्रक्षयः तस्माच्च निःशेषहिंसादिनिवृत्तिलक्षणं परमोदासीनतास्वरूपं परमोत्कृष्टचारित्रं भवतीति । अस्यैवार्थस्य समर्थनार्थमर्थान्तरन्यास- माह — ‘अनपेक्षितार्थवृत्तिः कः पुरुषः सेवते नृपतीन्’ अनपेक्षिताऽनभिलषिता अर्थस्य
અન્વયાર્થ : — [रागद्वेषनिवृत्तेः ] રાગ – દ્વેષની નિવૃત્તિ થવાથી [हिंसादि निवर्त्तना ] હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ — એ પાંચ પાપોથી નિવૃત્તિ [कृता भवति ] (સ્વયમેવ) થઈ જાય છે, કેમ કે [अनपेक्षितार्थवृत्तिः ] જેને કોઈ પ્રયોજનરૂપ ફળની પ્રાપ્તિની અભિલાષા નથી તેવો [कः पुरुषः ] કોણ પુરુષ [नृपतीन् ] રાજાઓની [सेवते ] સેવા કરે? (અર્થાત્ કોઈ નહિ.)
ટીકા : — ‘हिंसादेः निवर्तना कृता भवति’ હિંસાદિ પાંચ પાપોથી વ્યાવૃત્તિ (સ્વતઃ) થઈ જાય છે. શાથી? ‘रागद्वेषनिवृत्तेः’ રાગ – દ્વેષની નિવૃત્તિથી. અહીં તાત્પર્યાર્થ એ છે કે – (વર્તમાન) પ્રવર્તતા રાગાદિના ક્ષયોપશમાદિથી હિંસાદિ પાપોના ત્યાગરૂપ ચારિત્ર થાય છે. ત્યાર પછી આગામી કાળમાં થવાવાળા, રાગાદિભાવોની નિવૃત્તિથી આગળ – આગળ પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતર અને પ્રકૃષ્ટતમ એ રીતે હિંસાદિની નિવૃત્તિ થાય છે. અર્થાત્ દેશસંયતાદિ ગુણસ્થાનોમાં રાગાદિ ભાવની તથા હિંસાદિ પાપોની નિવૃત્તિ ત્યાં સુધી થતી રહે છે કે જ્યાં સુધી સમસ્ત રાગાદિનો ક્ષય અને તેથી થવાવાળું સમસ્ત હિંસાદિ પાપોના ત્યાગરૂપ પરમ ઉદાસીનતા સ્વરૂપ પરમોત્કૃષ્ટ ચારિત્ર થાય છે. આ જ અર્થના સમર્થન માટે ‘અર્થાન્તરન્યાસ’ કહે છે —
‘अनपेक्षार्थवृत्तिः कः पुरुषः सेवते नृपतीन्’ અર્થની – પ્રયોજનની – ફળની પ્રાપ્તિની