કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रयोजनस्य फलस्य वृत्तिः प्राप्तिर्येन स तथाविधः पुरुषः को, न कोऽपि प्रेक्षापूर्वकारी, सेवते नृपतीन् ।।४८।। જેને અપેક્ષા નથી – અભિલાષા નથી, તેવો કોણ પુરુષ રાજાઓની સેવા કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય ન કરે.
ભાવાર્થ : — રાગ – દ્વેષની નિવૃત્તિ થવાથી (અર્થાત્ ભાવહિંસા દૂર થતાં) હિંસાદિક પાંચ પાપના ત્યાગરૂપ ચારિત્રની સ્વયં ઉત્પત્તિ થાય છે. જેને ધન – પ્રાપ્તિની ઇચ્છા ન હોય તે પુરુષ રાજાઓની સેવા કેમ કરે? ન જ કરે; તેમ જે પુરુષને રાગ – દ્વેષનો અભાવ છે તે હિંસાદિ પાપકાર્ય કેમ કરે? ન જ કરે.
હિંસાના બે પ્રકાર છે — એક ભાવહિંસા અને બીજી દ્રવ્યહિંસા. પ્રમત્તયોગ અર્થાત્ રાગાદિભાવની ઉત્પત્તિને ભાવહિંસા કહે છે અને પોતાના યા પર જીવના દ્રવ્યપ્રાણોના અભાવને – વિયોગને – ઘાતને દ્રવ્યહિંસા કહે છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘પુરુષાર્થસિદ્ધ્યુપાય’માં અહિંસા – હિંસાનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે —
વાસ્તવમાં રાગાદિનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ હોવી તે હિંસા છે. આ જૈન આગમનું (જૈન સિદ્ધાંતનું) સંક્ષિપ્ત રહસ્ય છે.
વળી આગળ કહે છે કે કેવળ દ્રવ્ય પ્રાણોની હિંસા તે વાસ્તવમાં હિંસા નથી —
યોગ્ય આચરણવાળા (સમિતિપૂર્વક આચરણ કરવાવાળા) સત્ પુરુષને (મુનિને), રાગાદિના આવેશ વિના, કેવળ દ્રવ્યપ્રાણોના વિયોગથી જ હિંસા થતી નથી.
આથી સ્પષ્ટ છે કે વાસ્તવમાં ભાવહિંસા જ હિંસા છે. દ્રવ્યહિંસા તે હિંસા નથી, કારણ કે પ્રમત્તયોગવાળા પુરુષને અંતરંગમાં ભાવહિંસા છે, તેથી બાહ્યમાં દ્રવ્યહિંસા નહિ હોવા છતાં તેને હિંસાનું પાપ લાગે છે અને કર્મનો બંધ થાય છે, કિન્તુ સમિતિપૂર્વક આચરણ કરનાર મુનિને ભાવહિંસાનો અભાવ હોવાથી તેના પગ તળે કોઈ જીવ અચાનક