૧૩૮ ]
अत्रापरः प्राह — चरणं प्रतिपद्यतं इत्युक्तं तस्य तु लक्षणं नोक्तं तदुच्यतां, इत्याशंक्याह —
‘चारित्रं’ भवति । कासौ ? ‘विरतिः’ र्व्यावृत्तिः । केभ्यः ? ‘हिंसानृतचौर्येभ्यः’ हिंसादीनां स्वरूपकथनं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति । न केवलमेतेभ्य एव विरतिः — આવીને મરી જાય અને દ્રવ્યહિંસા થાય તોપણ તેનાથી તેને રંચમાત્ર પણ બંધ થતો નથી, કારણ કે કર્મબંધનો નિયમ દ્રવ્યહિંસા અનુસાર નથી, પરંતુ ભાવહિંસા અનુસાર છે.
વળી તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ કહ્યું છે કે —
પ્રમત્તયોગથી ભાવ તથા દ્રવ્યપ્રાણોનો ઘાત (વિયોગ) તે હિંસા છે, અર્થાત્ એકલા દ્રવ્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા નથી, પરંતુ પ્રમત્તયોગથી (સ્વરૂપની અસાવધાનીથી – રાગાદિની ઉત્પત્તિથી) ચૈતન્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા છે. પ્રમત્તયોગ એ હિંસાનું વાસ્તવિક કારણ છે. દ્રવ્યપ્રાણોનો ઘાત થવો એ હિંસાનું ખરું કારણ નથી. ૪૮.
અહીં કોઈ કહે છે — ‘ચારિત્ર અંગીકાર કરે છે’ એમ કહ્યું, કિન્તુ તેનું લક્ષણ તો કહ્યું નહિ, તેથી તે કહો – એવી આશંકા કરી કહે છે —
અન્વયાર્થ : — [संज्ञस्य ] સમ્યગ્જ્ઞાની જીવનું [पापप्रणालिकाभ्यः ] જેઓ પાપના દ્વારરૂપ (કારણરૂપ) છે એવા [हिंसानृतचौर्येभ्यः ] હિંસા, જૂઠ અને ચોરીથી [च ] અને [मैथुनसेवापरिग्रहाभ्याम् ] મૈથુનસેવન (કુશીલ) અને પરિગ્રહથી [विरतिः ] વિરક્ત હોવું તે [चारित्रम् ] ચારિત્ર છે.
ટીકા : — ‘चारित्रम्’ ચારિત્ર છે. શું તે? ‘विरतिः’ વ્યાવૃત્તિ (પાછા હઠવું તે). કોનાથી? ‘हिंसानृतचौर्येभ्यः’ હિંસા, જૂઠ અને ચોરીથી. હિંસાદિનું સ્વરૂપકથન ગ્રંથકાર સ્વયં જ આગળ કરશે. કેવળ એનાથી (હિંસાદિથી) જ વિરતિ છે એટલું જ નહિ, પરંતુ