કહાનજૈનશાસ્ત્રમાળા ]
अपि तु ‘मैथुनसेवापरिग्रहाभ्यां’ । एतेभ्यः कथंभूतेभ्यः ? ‘पापप्रणालिकाभ्यः’ पापस्य प्रणालिका इव पापप्रणालिका आस्रवणद्वाराणि ताभ्यः । कस्य तेभ्यो विरतिः ? ‘संज्ञस्य’ सम्यग्जानातीति संज्ञः तस्य हेयोपादेयतत्त्वपरिज्ञानवतः ।।४९।। ‘मैथुनसेवापरिग्रहाभ्याम्’ મૈથુનસેવન અને પરિગ્રહથી પણ (વિરતિ છે.) કેવા તેમનાથી? ‘पापप्रणालिकाभ्यः’ જેઓ પાપરૂપી પ્રણાલિકાઓ – આસ્રવદ્વારો છે – તેમનાથી. વિરતિ કોને હોય છે? ‘संज्ञस्य’ હેય – ઉપાદેય તત્ત્વોના પરિજ્ઞાનથી યુક્ત સમ્યક્પ્રકારે જાણનાર એવા સંજ્ઞ (સમ્યગ્જ્ઞાની) તેમને (તેમનાથી વિરતિ હોય છે.)
ભાવાર્થ : — પાપના કારણભૂત હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ — એ પાંચ પાપોથી (એકદેશ વા સર્વદેશ) વિરક્ત થવું અર્થાત્ તેમનો વીતરાગભાવ વડે ત્યાગ કરવો તે સમ્યગ્જ્ઞાનીનું સમ્યક્ચારિત્ર છે.
જે હિંસાદિ પાપભાવ થાય છે તેનાથી વિરતિ થતાં જ – વિરક્ત ભાવ થતાં જ હિંસાદિ દ્રવ્યક્રિયાઓનો સ્વયં ત્યાગ થઈ જાય છે. તેમનો ત્યાગ કરવો એ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં જીવ પરદ્રવ્યોના ગ્રહણ – ત્યાગ કરી શકતો નથી. અજ્ઞાન અવસ્થામાં અશુદ્ધ નિશ્ચયનયે તે ગ્રહણ – ત્યાગનો માત્ર ભાવ કરી શકે, જ્ઞાન અવસ્થામાં પર પદાર્થો અને તેમનાં ગ્રહણ – ત્યાગનો વિકલ્પ બંને પોતાના જ્ઞાનમાં જ્ઞેયરૂપે જ પ્રવર્તે છે.
ચારિત્રરૂપ ખરો ત્યાગ ભાવ હેય – ઉપાદેય તત્ત્વોને સમ્યક્પ્રકારે જાણનાર જ્ઞાનીને જ હોય છે. મિથ્યાદ્રષ્ટિ – અજ્ઞાનીને હોતો નથી.
પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં કહ્યું છે કે —
‘‘અજ્ઞાનપૂર્વક ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી, તેથી સમ્યગ્જ્ઞાનની પછી સમ્યક્ચારિત્રની આરાધના કરવી કહી છે.’’૧
અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વક સમ્યગ્જ્ઞાન વિના જે બાહ્ય ચારિત્ર પાળે છે તે બધું બાલચારિત્ર યા મિથ્યાચારિત્ર કહેવાય છે.
શ્રાવકને એકદેશ વીતરાગતા થતાં નિમિત્ત – નૈમિત્તિક સંબંધ તરીકે વ્રતનું પાલન હોય છે, તેને વ્યવહારચારિત્ર કહે છે અને તે એકદેશ વીતરાગતા સાથે હેયબુદ્ધિએ હોય છે. ૪૯. १. न हि सम्यग्व्यपदेशं चारित्रमज्ञानपूर्वकं लभते ।