૧૪૦ ]
तच्चेत्थंभूतं चारित्रं द्विधा भिद्यत इत्याह —
हिंसादिविरतिलक्षणं ‘यच्चरणं’ प्राक्प्ररूपितं तत् सकलं विकलं च भवति । तत्र ‘सकलं’ परिपूर्णं महाव्रतरूपं । केषां तद्भवति ? ‘अनगाराणां’ मुनीनां । किंविष्टानां ‘सर्वसंगविरतानां’ बाह्याभ्यन्तरपरिग्रहरहितानां । ‘विकलम’ परिपूर्णं अणुव्रतरूपं । केषां तद्भवति ‘सागाराणां’ गृहस्थानां । कथंभूतानां ? ‘ससंगानां’ सग्रन्थानाम् ।।५०।।
આવા ચારિત્રના બે પ્રકારે ભેદ પડે છે – એમ કહે છે —
અન્વયાર્થ : — [तत् ] તે [चरणं ] ચારિત્ર [सकलं विकलं ] સકલચારિત્ર અને વિકલચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાંથી [सकलं ] સકલચારિત્ર [सर्वसंगविरतानाम् ] સર્વ પરિગ્રહોથી રહિત, [अनगाराणाम् ] મુનિઓને હોય છે અને [विकलं ] વિકલચારિત્ર [ससंगानाम् ] પરિગ્રહયુક્ત [सागाराणां ] ગૃહસ્થીને હોય છે.
ટીકા : — હિંસાદિથી વિરતિરૂપ ‘यच्चरणम्’ જે ચારિત્ર પહેલાં પ્રરૂપ્યું (કહ્યું) તે ‘सकलं विकलं’ સકલ અને વિકલ — એમ બે પ્રકારે છે. તેમાં ‘सकलं’ સકલચારિત્ર પરિપૂર્ણ મહાવ્રતરૂપ છે. કોને તે હોય છે? ‘अनागाराणाम्’ અનગારોને – મુનિઓને. કેવા (મુનિઓને)? ‘सर्वसंगविरतानां’ સર્વ પરિગ્રહોથી વિરક્ત – બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહોથી રહિત (મુનિઓને). ‘विकलं’ વિકલચારિત્ર અપરિપૂર્ણ અણુવ્રતરૂપ છે. તે કોને હોય છે? ‘सागाराणाम्’ સાગારોને – ગૃહસ્થોને. કેવા (ગૃહસ્થોને)? ‘ससंगानाम्’ સંગ – પરિગ્રહ સહિત (પરિગ્રહ – એકદેશ બાહ્ય – અભ્યંતર પરિગ્રહ સહિત).
ભાવાર્થ : — આ અગાઉ હિંસાદિના ત્યાગરૂપ જે ચારિત્ર કહ્યું છે તેના બે પ્રકાર છે — સકલચારિત્ર અને વિકલચારિત્ર. સકલ (સર્વદેશ) ચારિત્ર હિંસાદિના પરિપૂર્ણ ત્યાગરૂપ સર્વ વિરતિરૂપ — મહાવ્રતરૂપ હોય છે અને તે ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યાદિ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ, કષાયાદિ ચૌદ પ્રકારના અભ્યન્તર પરિગ્રહો – એમ ચોવીસ પરિગ્રહોથી રહિત મુનિઓને હોય છે. વિકલચારિત્ર હિંસાદિના એકદેશ વિરતિરૂપ –