કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्र१ विकलमेव तावच्चारित्रं व्याचष्टे —
ત્યાગરૂપ – અણુવ્રતરૂપ હોય છે અને તે ગૃહાદિ એકદેશ પરિગ્રહ સહિત ગૃહસ્થોને હોય છે.
જો મુનિ અભ્યંતર પરિગ્રહથી રહિત ન હોય અને માત્ર બાહ્ય પરિગ્રહથી જ રહિત હોય તો તેવા મુનિને મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કહ્યા છે.
પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. જો તેને અભ્યંતર પરિગ્રહ અર્થાત્ મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ – માન – માયા – લોભ ન છૂટ્યાં હોય અને માત્ર બાહ્ય એકદેશ પરિગ્રહનો જ ત્યાગ હોય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે.
શ્રી સમયસાર ગાથા ૪૧૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે —
‘‘........શાલિતંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતાં, અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યંતર તુષનો ત્યાગ થતાં, બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વ સંગના પરિત્યાગરૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતાં, ભાવલિંગ હોય કે ન હોય, નિયમ નથી. પરંતુ અભ્યંતરમાં ભાવલિંગ હોતાં, સર્વ સંગના પરિત્યાગરૂપ દ્રવ્યલિંગ હોય જ છે......’’૨ ૫૦.
તેમાં પ્રથમ વિકલચારિત્ર કહે છે —
અન્વયાર્થ : — [गृहिणाम् ] ગૃહસ્થોનું [चरणं ] (વિકલ) ચારિત્ર १. तद इति ग पुस्तके । २. ‘‘न हि शालितंदुलस्य बहिरंगतुषे विद्यमाने सत्यभ्यंतरतुषस्य त्यागः कर्तृमायाति । अभ्यंतरतुषत्यागे
भवत्येवेति.......’’(श्री समयसार गाथा ४१४ श्री जयसेनाचार्यकृत टीका पृष्ठ ५३९)