૧૪૨ ]
‘गृहिणां’ सम्बन्धि यत् विकलं चरणं तत् ‘त्रेधा’ त्रिप्रकारं । ‘तिष्ठति’ भवति । किं विशिष्टं सत् ? ‘अणुगुणशिक्षाव्रतात्मकं’ सत् अणुव्रतरूपं गुणव्रतरूपं शिक्षाव्रतरूपं सत् । त्रयमेव । तत्प्रत्येकं । ‘यथासंख्यं’ । ‘पंचत्रिचतुर्भेदमाख्यातं’ प्रतिपादितं । तथा हि — अणुव्रतं पंचभेदं गुणव्रतं त्रिभेदं शिक्षाव्रतं चतुर्भेदमिति ।।५१।।
तत्राणुव्रतस्य तावत्पंचभेदान् प्रतिपादयन्नाह —
[अणुगुणशिक्षाव्रतात्मकम् ] અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ હોતું થકું [त्रेधा ] ત્રણ પ્રકારે [तिष्ठति ] છે. તે [त्रयं ] ત્રણ પ્રકારનું ચારિત્ર [यथासंख्यम् ] અનુક્રમે [पञ्चत्रिचतुर्भेदम् ] પાંચ, ત્રણ અને ચાર ભેદરૂપ [आख्यातम् ] કહ્યું છે.
ટીકા : — ‘गृहिणाम्’ ગૃહસ્થો સંબંધી જે ‘विकलं चरणं’ વિકલચારિત્ર છે, તે ‘त्रेधा तिष्ठति’ ત્રણ પ્રકારે છે. કેવા (પ્રકારે) છે? ‘अणुगुणशिक्षाव्रतात्मकं सत्’ તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ ત્રણ પ્રકારે છે. તે ‘त्रयमेव’ એ ત્રણેમાં ‘यथासंख्यं पञ्चत्रिचतुर्भेदं’ પ્રત્યેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ ‘आख्यातम्’ કહ્યા છે. તે આ પ્રમાણે – અણુવ્રત પાંચ પ્રકારનાં, ગુણવ્રત ત્રણ પ્રકારનાં અને શિક્ષાવ્રત ચાર પ્રકારનાં છે.
ભાવાર્થ : — ગૃહસ્થોનું વિકલ (એકદેશ) ચારિત્ર ત્રણ પ્રકારે છે – અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત અને તે દરેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ છે, અર્થાત્ અણુવ્રતના પાંચ ભેદ, ગુણવ્રતના ત્રણ ભેદ અને શિક્ષાવ્રતના ચાર ભેદ છે.
જે ગૃહવાસ છોડવાને અસમર્થ છે, તે સમ્યગ્દ્રષ્ટિ ઘરમાં રહી ઉપરોક્ત બાર પ્રકારનું વ્યવહારચારિત્ર પાળી શકે છે. ૫૧.
તેમાં પ્રથમ અણુવ્રતના પાંચ ભેદોનું પ્રતિપાદન કરીને કહે છે —
અન્વયાર્થ : — [पापेभ्यः ] પાપ – આસ્રવના દ્વારરૂપ [स्थूलेभ्यः ] સ્થૂળ [प्राणातिपातवितथव्याहारस्तेयकाममूर्च्छाभ्यः ] પ્રાણોનું વિયોજન (હિંસા), વિતથવ્યાહાર