કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘अणुव्रतं’ विकलव्रतं । किं तत् ? ‘व्युपरमणं’ व्यावर्तनं यत् । केभ्यः इत्याह- ‘प्राणेत्यादि’, प्राणानामिन्द्रियादीनामतिपातश्चातिपतनं वियोगकरणं विनाशनं । ‘वितथव्याहारश्च’ वितथोऽसत्यः स चासौ व्याहारश्च शब्दः । ‘स्तेयं’ च चौर्यं । ‘कामश्च’ मैथुनं । ‘मूर्च्छा’ च परिग्रहः मूर्च्छा च मूर्च्छ्यते लोभावेशात् परिगृह्यते इति मूर्च्छा इति व्युत्पत्तेः । तेभ्यः । कथंभूतेभ्यः ? ‘स्थूलेभ्यः’ । अणुव्रतधारिणो हि सर्वसावद्यविरतेरसंभवात् स्थूलेभ्य एव हिंसादिभ्यो व्युपरमणं भवति । स हि त्रसप्राणातिपातान्निवृत्तो न स्थावरप्राणातिपातात् । तथा पापादिभयात् परपीडादिकारणमिति मत्वा स्थूलादसत्यवचन्निवृत्तो न तद्विपरीतात् । तथान्यपीडाकरात् राजादिभयादिना परेण परित्यक्तादप्यदत्तार्थात् स्थूलान्निवृत्तो न तद्विपरीतात् । तथा उपात्ताया अनुपात्ताश्च पराङ्गनायाः पापभयादिना निवृत्तो नान्यथा इति स्थूलरूपाऽब्रह्मनिवृत्तिः । तथा धनधान्यक्षेत्रादेरिच्छावशात् कृतपरिच्छेदा इति (જૂઠ), સ્તેય (ચોરી), કામ (કુશીલ) અને મૂર્ચ્છા (પરિગ્રહ) — એમનાથી [व्युपरमणम् ] જે વિરમવું (વિરક્ત થવું) તે [अणुव्रतं ] અણુવ્રત [भवति ] છે.
ટીકા : — ‘अणुव्रतं’ એટલે વિકલ વ્રત. તે શું છે? ‘व्युपरमणं’ જે વિરામ પામવું, વ્યાવૃત્ત થવું (પાછા હઠવું) તે. કોનાથી (વિરમવું)? તે કહે છે — ‘प्राणेत्यादि’ પ્રાણોનો એટલે ઇન્દ્રિયો આદિનો વિયોગ કરવો – વિનાશ કરવો તે ‘प्राणातिपातः’ પ્રાણહિંસા, ‘वितथव्याहारश्च’ वितथ એટલે અસત્ય (જૂઠો) અને व्याहार એટલે શબ્દ – અસત્ય શબ્દવ્યવહાર – અસત્ય વચન બોલવું અર્થાત્ જૂઠ, ‘स्तेयं’ એટલે ચોરી, ‘कामः’ એટલે મૈથુન અને ‘मूर्च्छा’ એટલે પરિગ્રહ – વ્યુત્પત્તિ પ્રમાણે લોભના આવેશમાં જેનાથી મૂર્ચ્છિત થઈ જાય – પરિગ્રહાય તે મૂર્ચ્છા. (હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ – એ પાંચ પાપોથી (વિરમવું). તે કેવા છે? ‘स्थूलेभ्यः’ સ્થૂળ છે, કારણ કે અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતિ હોતી નથી; તેથી તેને સ્થૂળ હિંસાદિથી જ વિરતિ હોય છે. તે ત્રસપ્રાણના ઘાતથી (હિંસાથી નિવૃત્ત હોય છે, પરંતુ નહિ કે સ્થાવરપ્રાણના ઘાતથી; તથા પાપાદિના ભયથી બીજાને પીડાનું કારણ માની, તે સ્થૂળ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત વચનથી (સૂક્ષ્મ અસત્ય વચનથી) નહિ. તથા અન્યને પીડાકારક અને રાજાદિના ભયાદિથી અન્યે ત્યજી દીધેલ હોવા છતાં પણ નહિ દીધેલા સ્થૂળ અર્થથી (ધનાદિથી) તે નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત અર્થથી (અર્થાત્ સાર્વજનિક માટી, પાણી વગેરે પદાર્થોથી) નહિ. તથા પાપના ભયાદિથી ગૃહિત યા અગૃહિત પરસ્ત્રીથી તે નિવૃત્ત હોય છે, પરંતુ અન્યથા નહિ (પોતાની સ્ત્રીથી નહિ). એમ તેને સ્થૂળરૂપ અબ્રહ્મથી