૧૪૪ ]
स्थूलरूपात् परिग्रहान्निवृत्तिः । कथंभूतेभ्यः प्राणातिपातादिभ्यः ? ‘पापेभ्यः’ पापास्रवण- द्वारेभ्यः ।।५२।। (મૈથુનથી) નિવૃત્તિ હોય છે. તથા ધન, ધાન્ય, ક્ષેત્રાદિનું ઇચ્છાવશ પરિમાણ કરવું એવા સ્થૂળરૂપ પરિગ્રહથી નિવૃત્તિ છે. કેવાં પ્રાણહિંસાદિથી (નિવૃત્તિ હોય છે)? ‘पापेभ्यः’ પાપાસ્રવના દ્વારરૂપ (હિંસાદિથી).
ભાવાર્થ : — હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહના એકદેશ અર્થાત્ સ્થૂળ ત્યાગને અણુવ્રત કહે છે. તેના પાંચ ભેદ છે —
૧. અહિંસાણુવ્રત, ૨. સત્યાણુવ્રત, ૩. અચૌર્યાણુવ્રત, ૪. બ્રહ્મચર્યાણુવ્રત અને ૫. પરિગ્રહપરિમાણાણુવ્રત.૧
અણુવ્રતી ત્રસ જીવોની રક્ષાનો ભાવ કરી શકે, પરંતુ સ્થાવર જીવોની રક્ષા કરી શકે નહિ. તેને ૨સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે; પરંતુ આરંભી, ઉદ્યોગી અને વિરોધી હિંસાનો ત્યાગ હોતો નથી.
રાજ્ય કે સમાજ દંડે, લોકમાં અપકીર્તિ થાય કે જીવનો ઘાત થાય તેવું અસત્ય વચન બોલે નહિ, પરંતુ હાસ્ય – મશ્કરીમાં કદાચ જૂઠું બોલે તો તેનાથી વ્રતનો ભંગ થતો નથી.
સમાજ કે રાજ્ય તેને ચોર ઠરાવે તેવું ચોરીનું કાર્ય કરે નહિ, કોઈની રસ્તામાં પડેલી ચીજ ઊઠાવે નહિ કે કોઈના આપ્યા સિવાય ચીજ લે નહિ, પરંતુ સર્વના ઉપયોગ માટે જે ચીજો જેમ કે માટી, પાણી, હવા વગેરે ખુલ્લી મૂકી હોય તેને આપ્યા વગર લઈ શકે.
તેને વિવાહિત કે અવિવાહિત પરસ્ત્રીનો ત્યાગ હોય છે, પરંતુ પોતાની સ્ત્રીનો ત્યાગ હોતો નથી.
ધન – ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ તેણે આવશ્યકતાનુસાર નક્કી કર્યું હોય છે. નક્કી કરેલી મર્યાદાની બહારની ચીજોનો તેને ત્યાગ હોય છે.
આ રીતે અણુવ્રતીને પાંચે પાપોનો સ્થૂળપણે ત્યાગ હોય છે. (અણુવ્રતનું પાલન ૧. અમિતગતિ શ્રાવકાચારાદિમાં ‘રાત્રિભોજન ત્યાગ’ને પણ છઠ્ઠું અણુવ્રત કહ્યું છે. ૨. જે દેવી – દેવતાઓ માટે, મંત્રસિદ્ધિ માટે. ઔષધિમાં ખાવા માટે, તન્ત્રસિદ્ધિ માટે ત્રેન્દ્રિયાદિ ત્રસ