કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्राद्यव्रतं व्याख्यातुमाह —
કરતાં, તેને રાજ્ય કે સમાજના નીતિ – નિયમોનું સહેજે પાલન થઈ જાય છે, તે રાજ્ય કે સમાજનો કદી ગુન્હેગાર બનતો નથી.)
ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ તે સ્થૂળ હિંસાનો ત્યાગ છે, જે વચન બોલવાથી અન્ય પ્રાણીનો ઘાત થાય, ધર્મ બગડી જાય, અન્યને અપવાદ લાગે, કલહ – સંકલેશ – ભયાદિક પ્રગટે, તેવાં વચનો ક્રોધાદિવશ ન બોલવાં તે સ્થૂળ અસત્યનો ત્યાગ છે; આપ્યા વિના અન્યનું ધન લોભવશ છલ કરીને ગ્રહણ કરવું નહિ તે સ્થૂળ ચોરીનો ત્યાગ છે; પોતાની વિવાહિત સ્ત્રી સિવાય સમસ્ત અન્યની સ્ત્રીઓમાં કામની અભિલાષાનો ત્યાગ તે સ્થૂળ કામ (મૈથુન)નો ત્યાગ છે; ધન – ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી તેનાથી અધિક પરિગ્રહનો ત્યાગ તે સ્થૂળ પરિગ્રહનો ત્યાગ છે.
‘‘આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું (હિંસાદિ પાંચ પાપ) હિંસા જ છે. અનૃત (જૂઠ) વચનાદિકના ભેદ કેવળ શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહ્યા છે.૧ ૫૨.
તેમાં પ્રથમ વ્રતનું (અહિંસાણુવ્રતનું) પ્રત્યાખ્યાન કરવા માટે કહે છે —
અન્વયાર્થ : — [यत् ] જે [योगत्रयस्य ] મન, વચન અને કાય એ ત્રણ યોગના [कृतकारितानुमननात् ] કૃત, કારિત અને અનુમોદનારૂપ [संकल्पात् ] સંકલ્પથી [चरसत्त्वान् ] ત્રસ જીવોને [न हिनस्ति ] ન હણવું, [तत् ] તેને (ક્રિયાને) [निपुणाः ] વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં નિપુણ આચાર્યાદિક [स्थूलवधात् ] સ્થૂળ હિંસાથી [विरमणम् ] વિરતિ અર્થાત્ અહિંસાણુવ્રત [आहुः ] કહે છે. ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય શ્લોક ૪૨.