કહાનજૈનશાસ્ત્રમાળા ]
चरसत्त्वहिंसां न करोमि चरसत्त्वान् हिनस्मीति स्वयं वचनं नोच्चारयामीत्यर्थः । वचसा चरसत्त्वहिंसां न कारयामि चरसत्त्वान् हिंसय हिंसयेति वचनं नोच्चारयामीत्यर्थः । तथा वचसा चरसत्त्वहिंसां कुर्वन्तं नानुमन्ये, साधुकृतं त्वयेति वचनं नोच्चारयामीत्यर्थः । तथा कायेन चरसत्त्वाहिंसां न करोमि, चरसत्त्वहिंसने दृष्टिमुष्टिसन्धाने स्वयं कायव्यापारं न करोमीत्यर्थः । तथा कायेन चरसत्त्वहिंसां न कारयामि, चरसत्त्वहिंसने कायसंज्ञया परं न प्रेरयामीत्यर्थः१ । तथा चरसत्त्वहिंसां कुर्वन्तमन्यं नखच्छोटिकादिना कायेन नानुमन्ये । इत्युक्तम- हिंसाणुव्रतम् ।।५३।। ન આપું – આણે સુંદર કર્યું – એવો મનમાં સંકલ્પ હું ન કરું. એવો અર્થ છે.
૪. એ પ્રમાણે વચનથી હું સ્વયં ત્રસ જીવોની હિંસા ન કરું – ત્રસ જીવોની હિંસા કરું એવું વચન સ્વયં ઉચ્ચારું નહિ – એવો અર્થ છે. ૫. વચનથી ત્રસ જીવોની હિંસા હું (બીજા પાસે) ન કરાવું – ત્રસ જીવોની ‘હિંસા કર, હિંસા કર’ એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે. ૬. તથા વચનથી ત્રસ જીવોની હિંસા કરનારને હું અનુમતિ આપું નહિ – ‘તે ઠીક કર્યું’ – એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે.
તથા ૭. કાયથી, ત્રસ જીવોની હિંસા હું કરું નહિ – ત્રસ જીવોની હિંસા કરવામાં દ્રષ્ટિ અને મુષ્ટિના સંધાનમાં હું સ્વયં કાયનો વ્યાપાર કરું નહિ. એવો અર્થ છે. ૮. તથા કાયથી ત્રસ જીવોની હિંસા હું (કોઈની પાસે) કરાવું નહિ – ત્રસ જીવોની હિંસા કરવામાં કાયની સંજ્ઞાથી (સંકેતથી) બીજાને હું પ્રેરું નહિ. એવો અર્થ છે. ૯. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને નખ દ્વારા, ચપટી આદિરૂપ કાયથી હું અનુમતિ આપું નહિ – એમ અહિંસાણુવ્રત કહ્યું.
ભાવાર્થ : — મનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, વચનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, તથા કાયથી કૃત, કારિત અને અનુમોદનારૂપ – એવા નવ સંકલ્પોથી ઇરાદાપૂર્વક ત્રસ જીવોની હિંસા કરવાનો ભાવ ન કરવો તેને અહિંસાણુવ્રત કહે છે. આ પ્રમાણે અહિંસાણુવ્રતીને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે.
નવ સંકલ્પોથી (નવ કોટિથી) ત્રસ જીવોની હિંસાના ભાવનો ત્યાગ તો મુનિ અને શ્રાવક બંનેને હોય છે, પરંતુ સ્થાવર જીવોની હિંસાનો નવ કોટિએ ત્યાગ તો એકલા મુનિને જ હોય છે; શ્રાવકને હોતો નથી. १. करोमीत्यर्थ इति क ख पाठः ।