૧૪૮ ]
‘‘હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે — એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે – મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ. વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ. કાયાથી પોતે કરે નહિ, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા.
અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલા ભંગોથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ત્યાગ ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું — એમ અપવાદ ત્યાગ ભિન્ન-ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો.’’૧
હિંસાના પ્રકાર — દ્રવ્યહિંસા અને ભાવહિંસા.
‘‘કષાયરૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી જે દ્રવ્યરૂપ અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવું – ઘાત કરવો તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે.’’૨
રાગાદિ ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવહિંસા છે, તેના બે પ્રકાર છે – સ્વભાવ હિંસા અને પરભાવ હિંસા. તેમ જ ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છ્વાસરૂપ દ્રવ્ય પ્રાણોનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે. તેના પણ બે પ્રકાર છે. સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા.
‘‘પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ – કષાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૭૫નો ભાવાર્થ. ૨. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩.