કહાનજૈનશાસ્ત્રમાળા ]
પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણની વ્યપરોપણથી થઈ. તે તો (દ્રવ્યહિંસા) પહેલાં જ થઈ, બીજી (દ્રવ્ય) હિંસા થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘ શ્વાસાદિથી અથવા હાથ -પગ વડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો, તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ.
વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યાં, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપે પરિણમે તેવું કાર્ય કર્યું. ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણ (ઘાત)થી હિંસા થાય છે. જ્યાં કષાયના વશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યો ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી (પરના દ્રવ્યપ્રાણની) હિંસા થઈ.....’’૧
‘‘મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી, કેમ કે એના પરિણામમાં કષાય હતો નહિ, તેથી પર જીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ.....’’૨
‘‘જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાં – ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે; એટલે પર જીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્ભાવથી હિંસા નામ પામે છે......’’૩
‘‘કારણ કે જીવ કષાયભાવો સહિત હોવાથી પહેલાં પોતા વડે જ પોતાને હણે છે અને પછીથી ભલે બીજા જીવોની હિંસા થાય કે ન થાય.....’’૪
‘‘પર જીવના ઘાતરૂપ જે હિંસા થાય છે તે બે પ્રકારની છે – એક અવિરમણરૂપ (અવિરતિરૂપ) અને બીજી પરિણમનરૂપ. ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩નો ભાવાર્થ. ૨. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૫નો ભાવાર્થ. ૩. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૬નો ભાવાર્થ. ૪. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૭નો ભાવાર્થ.