કહાનજૈનશાસ્ત્રમાળા ]
એ રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે, તેમ અસત્ય, અદત્ત (ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે તે બધોય પાપના બંધનું એકમાત્ર કારણ છે......’’
(શ્રી સમયસાર ગાથા ૨૬૩) આ પ્રમાણે હિંસાદિ પાંચે પાપોનાં જે પ્રમત્તયોગ છે તે જ હિંસા છે, પરંતું પ્રમત્તયોગશૂન્ય કેવળ બાહ્ય ક્રિયા તે હિંસા નથી. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં કહ્યું છે કે —
यस्मात् क्रिया न प्रतिफलन्ति भावशून्याः । કારણ કે ભાવશૂન્ય ક્રિયાઓ હિંસા માટે યા કર્મબંધ માટે ફલીભૂત થતી નથી.
વ્રતના પાલનમાં ક્રિયા શરીરને આશ્રયે થાય છે. આ શારીરિક ક્રિયાથી જીવને પુણ્ય – પાપ કે ધર્મ થતો નથી, કારણ કે તે ક્રિયા જીવના અધિકારમાં નથી તથા તે ક્રિયા જીવ કરી શકતો જ નથી. પણ તે ક્રિયા વખતે અહિંસાદિના જે વિકલ્પ ઊઠે છે તે રાગ પણ જીવકૃત અપરાધ હોવાથી અર્થાત્ શુભરાગ હોવાથી બંધનું કારણ છે, તેથી માત્ર બાહ્ય હિંસાદિ (ભાવ) છૂટવાથી પાપની નિર્જરા થાય છે – એમ માનવું તે યોગ્ય નથી. (જુઓ શ્રી નિયમસાર વ્યવહાર પ્રકરણ ગાથા ૫૬ થી ૫૯) પરંતુ તે વખતે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને, જે અંતરંગ મિથ્યાત્વ અને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ – માન – માયા – લોભનો અભાવ છે, તે સંવરનું કારણ છે અને ત્યાં સ્વાશ્રય અનુસાર નિર્જરા થાય છે.
અંતરંગ શુદ્ધતા છે તે નિશ્ચયવ્રત છે અને સાથે જે શુભભાવ છે તે વ્યવહાર વ્રત છે અને તે નિશ્ચયવ્રતનું નિમિત્ત છે, કેમ કે એકદેશ વીતરાગતા સાથે આવો વ્યવહાર હેયબુદ્ધિએ હોય છે.
મોક્ષમાર્ગપ્રકાશકમાં પૃષ્ઠ ૨૬૦માં કહ્યું છે કે —
‘‘....બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો પોતે કર્તા નથી, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું, એ વ્રતાદિકમાં ગ્રહણ – ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે અને તેનો પોતે કર્તા છે, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું; કારણ કે બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય અને મોક્ષનું પણ કારણ