૧૫૨ ]
तस्येदानीमतीचारानाह —
‘व्यतीचारा’ विविधा विरूपका वा अतीचारा दोषाः । कति ? ‘पंच’ । कस्य ? થાય એમ માનવું એ ભ્રમ છે. તેથી વ્રત – અવ્રત એ બંને વિકલ્પ રહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ – ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કેટલાક જીવોને શુદ્ધોપયોગ અને શુભોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે – એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય ગણી તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ – અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો.....’’
આ શ્લોકની ટીકામાં આચાર્યે કહ્યું છે કે — ‘अत्र कृतवचनं कर्तुः स्वातंत्र्य प्रतिपत्त्यर्थम्’ અહીં ‘કૃત વચન’ એ કર્તાની સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે. આ બતાવે છે કે જીવ પોતાના ભાવોનો સ્વતંત્રપણે કર્તા છે. કર્મ મંદ પડ્યા એટલે કાર્ય થયું એમ નથી, પણ તે સ્વતંત્રપણે થયું છે, તેનો કર્તા કર્મ નથી. જો કર્મ તેનો કર્તા હોય તો બંને દ્રવ્યોની એકતાનો પ્રસંગ આવે જે સિદ્ધાન્ત વિરુદ્ધ છે. ૫૩.
હવે તેના (અહિંસાણુવ્રતના) અતિચાર કહે છે —
અન્વયાર્થ : — [छेदनबन्धनपीडनम् ] (કાન, નાક આદિનું) છેદન, બંધન (ઇચ્છિત સ્થાને જતાં રોકવું), પીડન (લાકડી, ચાબૂક આદિથી મારવું), [अतिभारारोपणम् ] શક્તિથી અધિક ભાર લાદવો, [च ] અને [आहारवारणा ] સમયસર પૂરતાં આહાર – પાણી ન દેવાં – એ [पञ्च ] પાંચ [स्थूलवधात् ] સ્થૂળ હિંસાથી [व्युपरतेः ] વિરતિના (અર્થાત્ સ્થૂળ હિંસા ત્યાગના અહિંસાણુવ્રતના) [व्यतीचाराः ] અતિચારો છે.
ટીકા : — ‘व्यतीचारा’ વિવિધ અથવા વ્રતને વિરૂપ વિકૃત કરનારા દોષો કેટલા?