કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘स्थूलवधाद् व्युपरतेः’ । कथमित्याह ‘छेदनेत्यादि’ कर्णनासिकादीनामवयवानामपनयनं छेदनं, अभिमतदेशे गतिनिरोधहेतुर्बन्धनं, पीडा दण्डकशाद्यभिघातः, ‘अतिभारारोपणं’ न्याय्यभारादधिकभारारोपणं । न केवलमेतच्चतुष्टयमेव किन्तु ‘आहारवारणापि च’ आहारस्य अन्नपानलक्षणस्य वारणा निषेधो धारणा वा निरोधः ।।५४।। પાંચ. કોના? ‘स्थूलवधाद्व्युपरतेः’ સ્થૂળ હિંસાથી વિરતિના (અર્થાત્ અહિંસાણુવ્રતના). કેવા? તે કહે છે — ‘छेदनेत्यादि’ કાન, નાક આદિ અવયવોને કાપવા તે છેદન, ઇષ્ટ સ્થાને જતા અટકાવવાનો જે હેતુ થાય છે તે બંધન, લાકડી, ચાબૂક આદિથી મારવું તે પીડન – પીડા, ‘अतिभारारोपणं’ ઉચિત (વ્યાજબી – ન્યાયી) ભારથી અધિક ભાર લાદવો, કેવલ આ ચાર જ (અતિચાર) છે એટલું જ નહિ, કિન્તુ ‘आहारवारणापि च’ અન્ન – પાનરૂપ આહારનો નિષેધ – નિરોધ કરવો (કટકે કટકે થોડોક દેવો) એમ પાંચમો અતિચાર પણ છે.
ભાવાર્થ : — વ્રતના એકદેશ ભંગને અતિચાર કહે છે અને વ્રત – ભાવ ભંગ કરવામાં નિરર્ગલ (સ્વચ્છન્દ) પ્રવૃત્તિ હોવી તેને અનાચાર કહે છે. અતિચારથી વ્રતનો ભંગ થતો નથી, પણ દોષ લાગે છે અને અનાચારથી વ્રતનો ભંગ થાય છે.૧
સ્થૂળ હિંસા ત્યાગના અર્થાત્ અહિંસાણુવ્રતના મુખ્ય પાંચ અતિચારો છે.૨
૧. છેદન — મનુષ્ય વા પશુનાં નાક – કાન છેદવાં,
૨. બંધન — બાંધી રાખવું, ઇચ્છિત સ્થાને જવા ન દેવું,
૩. પીડન — દંડા – ચાબૂક આદિથી મારવું — પીડા કરવી,
૪. અતિભાર લાદવો — ગજા ઉપરાંત અધિક ભાર ભરવો,
૫. અન્ન-પાનનો નિરોધ — સમયસર પૂરતાં આહાર – પાણી આપવાં નહિ.
નોંધઃ — આ શ્લોક (૫૪)માં જે પર પદાર્થોની ક્રિયાઓ છે તે જીવ કરી શકતો નથી, પરંતુ તેને અંગે જીવને જે ભાવ થાય છે તે પ્રમાદ ભાવને અતિચાર કહેવામાં આવે છે.
અતિચાર સંબંધી બધી ગાથાઓમાં આ પ્રમાણે સમજવું. ૫૪. ૧. વિષયોમાં પ્રવૃત્તિને અતિચાર અને અતિ આસક્તિને અનાચાર કહે છે.
२. बन्धवधच्छेदातिभारारोपणान्नपाननिरोधाः ।