કહાનજૈનશાસ્ત્રમાળા ]
सत्यमपि परस्य ‘विपदे’ऽपकाराय भवति ।।५५।।
साम्प्रतं सत्याणुव्रतस्यातीचारानाह — હોવા છતાં બીજાને ‘विपदे’ અપકારરૂપ થાય તેવું (તેવું સત્ય પણ પોતે બોલે નહિ).
ભાવાર્થ : — જે બોલવાથી રાજાદિ સ્વ – પરનો વધ – બંધાદિ કરે તેને સ્થૂળ જૂઠ કહે છે. સત્યાણુવ્રતી આવું જૂઠ સ્વયં બોલે નહિ અને બીજા પાસે બોલાવે નહિ. સત્ય પણ જો અન્યને અહિતકર – વિઘાતક હોય તો તેવું સત્ય પણ તે બોલે નહિ. જેમ કે પાસે થઈને હરણ જતું જોયું હોય, છતાં શિકારી તેને (વ્રતીને) તે વિષે પૂછે તો તે સત્ય કહે નહિ, કારણ કે તેવું બોલવાથી શિકારી દ્વારા હરણનો ઘાત થવા સંભવ છે, તેથી અન્યને આપત્તિ આવી પડે તેવું સત્ય વચન પણ પોતે બોલે નહિ, તેમ જ અન્ય પાસે બોલાવે નહિ, આવા સ્થૂળ અસત્ય ત્યાગને ગણધરાદિ મહાપુરુષો સત્યાણુવ્રત કહે છે.
‘‘જે કાંઈ પ્રસાદ કષાયના યોગથી સ્વ – પરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન કહેવામાં આવે છે, તેને અનૃત (જૂઠું) વચન જાણવું.......’’
‘‘અસત્ય સામાન્યરૂપે ગર્હિત, પાપ સહિત અને અપ્રિય — એમ ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે......’’૧
સત્ય – અણુવ્રતધારી ક્રોધ – માન – માયા – લોભ વશ એવું વચન ન કહે જેથી અન્યનો ઘાત થાય, અન્યને અપવાદ લાગે – કલંક ચઢે, કલહ, વિસંવાદ પેદા થાય, વિષયાનુરાગ વધી જાય, મહા આરંભમાં પ્રવૃત્તિ થાય, અન્યને આર્ત્તધ્યાન થઈ જાય, પરના લાભમાં અન્તરાય આવે, પરની આજીવિકા બગડી જાય, પોતાનો અને પરનો અપયશ થાય, આપદા આવે, અનર્થ પેદા થાય, અન્યનો મર્મચ્છેદ થાય, રાજા દંડ કરે, ધનની હાનિ થાય વગેરે........આવાં સત્ય વચન હોય તોપણ તેને જૂઠાં વચન છે. વળી તે ગાલીનાં વચન, અપમાનનાં વચન, તિરસ્કારનાં વચન, અહંકારનાં વચન વગેરે બોલે નહિ, કારણ કે તે કષાયયુક્ત હોવાથી અસત્ય વચનો છે. વળી તે જિનસૂત્રને અનુકૂળ તથા સ્વ – પરના હિતરૂપ, બહુ પ્રલાપરહિત, પ્રામાણિક, સંતોષ ઉપજાવનાર, ધર્મનો ઉદ્યોત કરનાર વચન કહે – એવાં વચન બોલનાર ગૃહસ્થી સ્થૂળ અસત્યનો ત્યાગી છે.૨ ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, શ્લોક ૯૧ અને ૯૫ થી ૧૦૧. ૨. જુઓ, શ્રી રત્નકરંડ શ્રાવકાચાર – પંડિત સદાસુખદાસકૃત હિન્દી ટીકા પૃષ્ઠ ૮૨.