૧૫૮ ]
अधुना चौर्यविरत्यणुव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह —
निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं ।
न हरति यन्न च दत्ते तदकृशचौर्य्यादुपारमणम् ।।५७।।
‘अकृशचौर्यात्’ स्थूलचौर्यात् । ‘उपारमणं तत् । ‘यत् न हरति’ न गृह्णाति । किं तत् ? ‘परस्वं’ परद्रव्यं । कथंभूतं ? ‘निहितं’ वा धृतं । तथा ‘पतितं वा’ । तथा ‘सुविस्मृतं’ वा अतिशयेन विस्मृतं । वाशब्दः सर्वत्र परस्परसमुच्चये । इत्थंभूतं परस्वं ‘अविसृष्टं’ अदत्तं यत्स्वयं न हरति न दत्तेऽन्यस्मै तदकृशचौर्यादुपारमणं प्रतिपत्तव्यम् ।।५७।।
હવે અચૌર્યાણુવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [निहितं वा ] રાખેલી, [पतितं वा ] પડેલી અથવા [सुविस्मृतं वा ] તદ્દન ભૂલાઈ ગયેલી [परस्वं ] એવી પરવસ્તુને [अविसृष्टम् ] આપ્યા વિના [यत् न हरति च दत्ते ] ન લેવી કે ન કોઈ બીજાને આપવી [तत् ] તે [अकृशचौर्य्यात् ] સ્થૂળ ચોરીથી [उपारमणम् ] વિરક્ત થવું છે. (અર્થાત્ અચૌર્યાણુવ્રત છે).
ટીકા : — ‘अकृशचौर्यात्’ સ્થૂળ ચોરીથી ‘उपरमणम् तत्’ નિવૃત્ત થવું તેને, ‘यत् न हरति’ ન લેવી, કોને (ન લેવી)? ‘परस्वं’ પર વસ્તુને, કેવી (પરવસ્તુને)? ‘निहितं’ રાખેલી (મૂકેલી), ‘पतितं वा’ કે પડેલી, ‘सुविस्मृतं वा’ કે બિલકુલ વિસ્મૃત થયેલી, ‘વા’ શબ્દ બધેય પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. આવી પરવસ્તુને ‘अविसृष्टम्’ આપ્યા વિના સ્વયં ન લેવી અને બીજાને ન દેવી તેને ‘अकृशचौर्यादुपारमणम्’ સ્થૂળ ચોરીથી નિવૃત્ત થવું કહે છે. (અર્થાત્ તેને અચૌર્યાણુવ્રત કહે છે.)
ભાવાર્થ : — કોઈની મૂકેલી, પડેલી કે ભૂલેલી વસ્તુને આપ્યા વિના ન તો પોતે (સ્વયં) લેવી અને ન બીજાને આપવી, તેને અચૌર્યાણુવ્રત કહે છે.
‘‘પ્રમાદના યોગથી આપ્યા વિના સુવર્ણ – વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે; તે જ વધનું કારણ હોવાથી હિંસા છે.’’૧ ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૦૨.