કહાનજૈનશાસ્ત્રમાળા ]
પોતાને ચોરી કરવાનો ભાવ થયો તે સ્વ – ભાવહિંસા અને પોતાને ચોર માનવામાં આવતાં, પોતાના પ્રાણનો પોતા વડે વિયોગ કરવામાં આવે તો તે સ્વ – દ્રવ્યહિંસા છે.
જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ, તે તેની (પર) ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે તેની (પર) દ્રવ્યહિંસા છે.
આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા — એમ બંને પ્રકારની હિંસા થાય છે.૧
ધન – ધાન્યાદિ પદાર્થો મનુષ્યના બાહ્યપ્રાણ છે, તેનું હરણ થતાં યા નાશ થતાં તેને પોતાના પ્રાણઘાત જેટલું દુઃખ થાય છે.
પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે, માટે જ્યાં ચોરી છે ત્યાં અવશ્ય જ હિંસા છે; પરંતુ પ્રમત્તયોગ વિના પર પદાર્થને કોઈના આપ્યા વિના ગ્રહણ કરવામાં ચોરીનો દોષ નથી.
અરહંત ભગવાનને કર્મ – નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં તેમને ચોરીનો દોષ લાગતો નથી, કારણ કે તેમને પ્રમત્તયોગનો અભાવ છે. માટે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી નથી અને જ્યાં ચોરી નથી ત્યાં તે પ્રકારની હિંસા પણ નથી.
શ્રાવક કૂવા – નદીનું પાણી, ખાણની માટી વગેરે કોઈને પૂછ્યા વિના ગ્રહણ કરે તોપણ તે ચોરી નથી, પરંતુ મુનિ જો તે ગ્રહણ કરે તો તેમને ચોરીનો દોષ લાગે, કારણ કે શ્રાવકને એકદેશ ત્યાગ હોય છે અને મુનિને સર્વથા ત્યાગ હોય છે.
अदत्तादानं स्तेयम् । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૧૫)
પ્રમાદના યોગથી દીધા વગર કોઈપણ વસ્તુને ગ્રહણ કરવી તે ચોરી છે. જ્યાં લેવા – દેવાનો સંભવ હોય ત્યાં ચોરીનો વ્યવહાર થાય છે; તેથી કર્મવર્ગણા અને નોકર્મવર્ગણાઓનું ગ્રહણ તે ચોરી નથી.
મુનિરાજને ગામ – નગર વગેરેમાં પર્યટન કરતાં, શેરી – દરવાજો વગેરેમાં પ્રવેશ કરવાથી ‘અદત્તાદાન’નો દોષ લાગતો નથી, કેમ કે તે સ્થાનો બધાને આવવા – જવા માટે ખૂલ્લાં છે અને સાર્વજનિક શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી. ૫૭. ૧. જુઓ, પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૨ થી ૧૦૬ અને તેમનો ભાવાર્થ.