૧૬૦ ]
तस्येदानीमतिचारानाह —
‘अस्तेये’ चौर्यविरमणे । ‘व्यतीपाता’ अतीचाराः पंच भदन्ति । तथा हि । चौरप्रयोगः चोरयतः स्वयमेवान्येन वा प्रेरणं प्रेरितस्य वा अन्येनानुमोदनं । चौरार्थादानं च अप्रेरितेनाननुमतेन तच चोरेणानीतस्यार्थस्य ग्रहणं । विलोषश्च उचितन्यायादन्येन प्रकारेणार्थस्यादानं विरुद्धराज्यातिक्रम इत्यर्थः । विरुद्धराज्ये स्वल्पमूल्यानि महार्घणि द्रव्याणीति कृत्वा स्वल्पतरेणार्थेन गृह्णाति । सदृशन्मिश्रश्च प्रतिरूपकव्यवहार इत्यर्थः सदृशेन तैलादिना
હવે તેના (અચૌર્યાણુવ્રતના) અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [चौरप्रयोगचौरार्थादानविलोपसदृशसन्मिश्राः ] ચૌરપ્રયોગ (ચોરીનો ઉપાય બતાવવો) ચૌરાર્થાદાન (ચોરીની વસ્તુ ખરીદવી), વિલોપ (રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું), સદ્રશસંમિશ્ર (હલકી – ભારે સદ્રશ વસ્તુઓનું મિશ્રણ કરી વેચવું) અને [हीनाधिकविनिमानं ] હીનાધિકવિનિમાન (માપ – તોલા ઓછાં – વત્તાં રાખવાં) [पञ्च ] — એ પાંચ [अस्तेय ] અચૌર્યાણુવ્રતમાં [व्यतीपातः ] અતિચારો છે.
ટીકા : — ‘अस्तेय’ ચોરીથી વિરમણમાં અર્થાત્ અચૌર્યાણુવ્રતમાં ‘व्यतीपाताः’ અતિચારો ‘पञ्च’ પાંચ છે. તે આ પ્રમાણે છે — ‘चौरप्रयोगः’ ચોરી કરનારને સ્વયં પ્રેરણા કરવી યા બીજા દ્વારા પ્રેરણા કરવી યા પ્રેરિતને અન્ય દ્વારા અનુમોદના કરવી, ‘चौर्यार्थादानं’ અપ્રેરિત અને અનનુમોદિત ચોર દ્વારા લાવેલી ચીજોનું ગ્રહણ કરવું, ‘विलोपः’ ઉચિત ન્યાયથી અન્ય પ્રકારે (નીતિ વિરુદ્ધ) વસ્તુને ગ્રહણ કરવી, વિરુદ્ધ રાજ્યમાં જઈને નીતિ વિરુદ્ધ વસ્તુ આપવી – લેવી તે વિરુદ્ધ રાજ્યાતિક્રમ છે એવો અર્થ છે. વિરુદ્ધ રાજ્યમાં મહા – વધારે કિંમતની વસ્તુઓને ઓછી કિંમતની વસ્તુઓ કહીને બહુ થોડા ધનથી લાવે છે, ‘सदृशसन्मिश्रः’ સમાન રૂપ – રંગવાળી વસ્તુઓનું સંમિશ્રણ અથવા પ્રતિરૂપક વ્યવહાર એવો અર્થ છે; સમાન તેલ આદિ સાથે ઘી આદિનું સંમિશ્રણ કરે છે,