કહાનજૈનશાસ્ત્રમાળા ]
सन्मिश्रं घृतादिकं करोति । कृत्रिमैश्च हिरण्यादिभिर्वचनापूर्वकं व्यवहारं करोति । हीनाधिकविनिमानं विविधं नियमेन मानं विनिमानं मानोन्मानमित्यर्थः । मानं हि प्रस्थादि, उन्मानं तुलादि, तच्च हीनाधिकं, हीनेन अन्यस्मै ददाति, अधिकेन स्वयं गृह्णातीति ।।५८।।
साम्प्रतमब्रह्मविरत्यणुव्रतस्वरूपं प्रतिपादयन्नाह — બનાવટી સુવર્ણ આદિથી વંચનાપૂર્વક વ્યવહાર કરે છે. (બનાવટી સુવર્ણાદિ વેચી ઠગાઈ કરે છે.) ‘हीनाधिकविनिमानं’ નિયમથી વિવિધ માન તે વિનિમાન, માન અને ઉન્માન એવો અર્થ છે; માન એટલે પ્રસ્થાદિ પાલી, ગજ, તોલા વગેરે માપવાનાં સાધન અને ઉન્માન એટલે ત્રાજવાં, બાટ વગેરે તે તોલવાનાં સાધન – તે હીનાધિક ઓછાં – વત્તાં રાખીને ઓછા માપથી અન્યને આપે છે અને અધિક માપથી સ્વયં લે છે.
ભાવાર્થ : — અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર૧ —
૧. ચૌરપ્રયોગ — ચોરીનો ઉપાય બતાવવો – ચોરી કરવાની પ્રેરણા કરવી.
૨. ચૌરાર્થદાન — ચોરીની વસ્તુ ખરીદવી.
૩. વિલોપ (વિરુદ્ધ રાજ્યાતિક્રમ) — રાજ્યના કાયદાથી વિરુદ્ધ વર્તવું.
૪. સદ્રશસન્મિશ્ર (પ્રતિરૂપક વ્યવહાર) — હલકી – ભારે ચીજોનું સંમિશ્રણ કરી ઊંચી કિંમતે વેચવું.
૫. હીનાધિક વિનિમાન (હીનાધિક માનોન્માન) — માપ – તોલા ઓછાં – વત્તાં રાખવાં; ઓછા માપથી આપવું અને અધિક માપથી લેવું.
આ કાર્યો નબળાઈને લીધે થાય છે પણ આસક્ત ભાવે થતાં નથી. તે દોષ તો છે જ, પરંતુ તેથી વ્રતનો સંપૂર્ણ ભોગ થતો નથી, તેથી તેને અતિચાર કહે છે. ૫૮.
હવે અબ્રહ્મવિરતિ અણુવ્રતના અર્થાત્ (બ્રહ્મચર્યાણુવ્રતના) સ્વરૂપનું પ્રતિપાદન કરી કહે છે — १. स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक व्यवहाराः ।