૧૬૨ ]
‘सा परदारनिवृत्तिः’ । यत् ‘परदारान्’ परिगृहीतानपरिगृहीतांश्च । स्वयं ‘न च’ नैव । गच्छति । तथा ‘परानन्यान्’१ परदारलम्पटान् न गमयति परदारेषु गच्छतो यत्प्रयोजयति न च✽ । कुतः ? ‘पापभीतेः’ पापोपार्जनभयात् न पुनः नृपत्यादिभयात् । न केवलं सा परदारनिवृत्तिरेवोच्यते किन्तु२ ‘स्वदारसन्तोषनामापि’ स्वदारेषु सन्तोषः स्वदारसन्तोषस्तन्नाम यस्याः३ ।।५९।।
અન્વયાર્થ : — [यत् ] જે [पापभीतेः ] પાપના ભયથી [न तु ] ન તો પોતે [परदारान् ] પરસ્ત્રી પાસે [गच्छति ] જવું [च ] અને [न परान ] ન તો બીજાઓને (પરસ્ત્રી પાસે) [गमयति ] મોકલવું [सा ] તે [परदारनिवृत्तिः ] પરસ્ત્રી ત્યાગ અથવા [स्वदारसंतोषनाम् अपि ] સ્વદારસંતોષ નામનું અણુવ્રત (બ્રહ્મચર્યાણુવ્રત) કહેવાય છે.
ટીકા : — પુરુષ જે ‘सा परदारनिवृत्तिः’ જે ‘परदारान्’ પરિગૃહિત (વિવાહિત) અને અપરિગૃહિત (અવિવાહિત) પરસ્ત્રી પાસે સ્વયં જતો નથી (પરસ્ત્રી સાથે સ્વયં રમતો નથી) તથા ‘परान्’ બીજાઓને પરસ્ત્રી પાસે લંપટ પુરુષોને મોકલતો નથી, પરસ્ત્રી પાસે જવા કોઈને પ્રેરતો નથી. શાથી? ‘पापभीतेः’ – પાપના ભયથી, (પાપ ઉપાર્જન કરવાના ભયથી), પણ નહિ કે રાજાદિના ભયથી, તેને કેવળ પરસ્ત્રી ત્યાગ કહેતા નથી, કિન્તુ ‘स्वदार- संतोषनामापि’ સ્વદારસંતોષ નામનું (સ્વસ્ત્રીમાં સંતોષ નામનું) અણુવ્રત પણ કહે છે.
ભાવાર્થ : — જે પાપના ભયથી નહિ કે રાજાદિના ભયથી ન તો સ્વયં પરસ્ત્રીને ભોગવે છે અને ન તો લંપટ પુરુષો દ્વારા ભોગવાવે છે, તેની તે ક્રિયા પરદારનિવૃત્તિ યા સ્વદારસંતોષ નામનું બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.
જેને સ્વસ્ત્રીથી સંતોષ હોય છે તેને પરસ્ત્રીત્યાગ સ્વયં હોય છે. જેમ પુરુષ સંબંધી બ્રહ્મચર્યાણુવ્રત છે, તેમ સ્ત્રીસંબંધી પણ બ્રહ્મચર્યાણુવ્રત સમજવું અર્થાત્ સ્ત્રીએ સ્વયં પર १. परदारान् क – ख पाठः । ✽ पुष्पमध्यगतो पाठः ग पुस्तके नास्ति । २. अपि तु ख-ग पाठः । ३. यस्य क पाठः ।