કહાનજૈનશાસ્ત્રમાળા ]
१
‘अस्मरस्या’ ब्रह्मनिवृत्त्यगुणव्रतस्य । पंच व्यतीचाराः । कथमित्याह — - પુરુષ સાથે રમવું નહિ અને અન્ય સ્ત્રીને તેમ કરવા પ્રેરવી નહિ.
પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ (પ્રમાદ) સહિતના યોગથી સ્ત્રી – પુરુષ મળીને કામસેવનનો ભાવ કરવો તે કુશીલ છે. તેમાં પ્રાણીવધનો સર્વત્ર સદ્ભાવ હોવાથી હિંસા થાય છે.
સ્ત્રીની યોનિ, નાભિ, કુચ (સ્તન) અને કાખમાં મનુષ્યાકારના અસંખ્ય પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે; તેથી સ્ત્રી સાથે કામસેવન કરવાથી આ જીવોની દ્રવ્યહિંસા થાય છે. અને સ્ત્રી – પુરુષ બંનેને કામરૂપ પરિણામ થાય છે, તેનાથી તે બંનેને ભાવહિંસા થાય છે.૨ ૫૯.
તેના (બ્રહ્મચર્યાણુવ્રતના) અતિચાર કહે છે —
અન્વયાર્થ : — [अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः ] અન્ય વિવાહકરણ (બીજાનો વિવાહ કરવો), અનંગક્રીડા (કામસેવનના અંગો છોડી અન્ય અંગોથી વિષયસેવન કરવું), વિટત્વ (ગાળો બોલવી, અશ્લિલ વચન બોલવાં), વિપુલ તૃષા (વિષય સેવનમાં બહુ ઇચ્છા રાખવી) [च ] અને [इत्वरिकागमन ] ઇત્વરિકાગમન (વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવ – જા કરવી) — એ [पञ्च ] પાંચ [अस्मरस्य ] બ્રહ્મચર્યાણુવ્રતના [व्यतीचाराः ] અતિચારો છે.
ટીકા : — ‘अस्मरस्य’ અબ્રહ્મત્યાગ અણુવ્રતના (બ્રહ્મચર્યાણુવ્રતના) પાંચ અતિચારો १. अस्य ग पाठः । ૨. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૭ અને તેનો ભાવાર્થ તથા શ્લોક ૧૦૮