૧૬૪ ]
‘अन्येत्यादि’ — कन्यादानं विवाहोऽन्यस्य विवाहोऽन्यविवाहः तस्य आ ‘समन्तात्’ करणं, तच्च अनङ्गक्रीडा च अंगं लिंगं योनिश्च तयोरन्यत्र मुखादिप्रदेशे क्रीडा अनङ्गक्रीडा । ‘विटत्वं’ भण्डिमाप्रधानकायवाक्यप्रयोगः । विपुलतृट् च कामतीव्राभिनिवेशः । ‘इत्वरिकागमनं’ च परपुरुषानेति गच्छतीत्येवं शीला इत्वरी पुंश्चली कुत्सायां के कृते ‘इत्वरिका’ भवति तत्र गमनं चेति ।।६०।।
अथेदानीं परिग्रहविरत्यणुव्रतस्य स्वरूपं दर्शयन्नाह —
છે. કેવા? તે કહે છે. ‘अन्येत्यादि’ કન્યાદાન તે વિવાહ, ‘समन्तात्’ પૂરી રીતેથી આ અન્યનો વિવાહ કરવો, ‘अनंगक्रीडा’ અનંગક્રીડા, ‘विटत्वं’ બીભત્સ પ્રધાનક્રિયામાં કાયવચનનો પ્રયોગ કરવો, ‘विपुलतृष्’ કામસેવનમાં તીવ્ર ઇચ્છા રાખવી, ‘इत्वरिकागमनं’ પરપુરુષો પાસે જવાનો જેનો સ્વભાવ છે તે ઇત્વરી એટલી વ્યભિચારિણી સ્ત્રી તેને ત્યાં જવું. ‘इत्वरिका’ શબ્દમાં ‘क’ પ્રત્યય ખરાબ અર્થમાં છે.
ભાવાર્થ : — બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર૧ –
૧. પરવિવાહકરણ – બીજાનો વિવાહ કરવો.
૨. અનંગક્રીડા – કામસેવનનાં અંગો છોડી, મુખહસ્તાદિક અંગોથી કામસેવન કરવું.
૩. વિટત્વ – બીભત્સ વચન બોલવાં.
૪. અતિતૃષા – વિષયસેવનમાં તીવ્ર ઇચ્છા રાખવી.
૫. ઇત્વરિકાગમન – વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવ – જા કરવી. ૬૦
હવે (એકદેશ) પરિગ્રહવિરતિ અણુવ્રતનું સ્વરૂપ બતાવી કહે છે —
અન્વયાર્થ : — [धनधान्यादिग्रन्थं ] ધન – ધાન્યાદિ દશ પરિગ્રહોનું [परिमाण ] १. परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडाकामतीव्राभिनिवेशाः ।