કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘परिमितपरिग्रहो’ देशतः परिग्रहविरतिरणुव्रतं स्यात् । कासौ ? या ‘ततोऽधिकेषु निस्पृहता’ ततस्तेभ्य इच्छावशात् कृतपरिसंख्यातेभ्योऽर्थोभ्योऽधिकेष्वर्थेषु या निस्पृहता वाञ्छाव्यावृत्तिः । कि कृत्वा ? ‘परिमाय’ देवगुरुपादाग्रे परिमितं कृत्वा । कं ? ‘धनधान्यादिग्रन्थं’ धनं गवादि, धान्यं ब्रीह्यादि । आदिशब्दाद्दासीदासभार्यागृहक्षेत्रद्रव्य- सुवर्णरूप्याभरणवस्त्रादिसंग्रहः । स चाखौ ग्रन्थश्च तं परिमाय । स च परिमित परिग्रहः ‘इच्छापरिमाणनामापि’ स्यात्, इच्छायाः परिमाणं यस्य स इच्छापरिमाणस्तन्नाम यस्य स तथोक्तः ।।६१।। પરિમાણ કરીને [ततः ] તેનાથી [अधिकेषु ] વધારે [निस्पृहता ] ઇચ્છા ન રાખવી તે [परिमितपरिग्रहः ] પરિગ્રહ પરિમાણવ્રત [अपि ] અથવા [इच्छापरिमाणनामा ] ઇચ્છાપરિમાણ નામનું વ્રત [स्यात् ] છે.
ટીકા : — ‘धनधान्यादिग्रंथम्’ ગાય, ભેંસાદિ ધન, ચોખાદિ અનાજ અને દાસ, દાસી, ભાર્યા, ગૃહ, ક્ષેત્ર, દ્રવ્ય, સુવર્ણ, ચાંદી, આભરણ, વસ્ત્રાદિનો સંગ્રહ — એવા સંગ્રહરૂપ પરિગ્રહનું ‘परिमाय’ દેવ – ગુરુના પાદ આગળ (દેવ – ગુરુની સમક્ષ) પરિમાણ કરીને ‘न तोऽधिकेषु निस्पृहता’ તેનાથી – ઇચ્છા પ્રમાણે સંખ્યાથી મર્યાદિત કરેલી વસ્તુઓથી અધિક વસ્તુઓમાં ઇચ્છા રહિત થવું – વાંછા રહિત થવું તે ‘परिमितपरिग्रहः’ એકદેશ પરિગ્રહવિરતિરૂપ અણુવ્રત છે. ‘इच्छापरिमाणनाम अपि’ તે પરિમિત પરિગ્રહમાં પોતાની ઇચ્છાનુસાર પરિગ્રહનું પરિમાણ કરવામાં આવે છે તેથી તેનું બીજું નામ ‘ઇચ્છાપરિમાણ’ પણ છે.
ભાવાર્થ : — ક્ષેત્ર (ખેતર), વાસ્તુ (મકાન આદિ), હિરણ્ય (રૂપિયા – ચાંદી આદિ), સ્વર્ણ (સોનું યા સુવર્ણનાં ઘરેણાં), ધન (ગાય આદિ), ધાન્ય (અનાજ), દાસી, દાસ, કુપ્ય (વસ્ત્રાદિ) અને ભાણ્ડ (વાસણ આદિ) — એ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી અધિકમાં વાંછા (ઇચ્છા) ન કરવી તેને પરિગ્રહપરિમાણ અણુવ્રત કહે છે. તેને ઇચ્છાપરિમાણ અણુવ્રત પણ કહે છે.
પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં કહ્યું છે કે —
મોહના ઉદયનિમિત્તે ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂર્ચ્છા છે, અને જે મૂર્ચ્છા છે તે જ પરિગ્રહ છે. (શ્લોક ૧૧૧)