૧૬૬ ]
तस्यातिचारानाह —
તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ પણ મૂર્ચ્છાને જ પરિગ્રહ કહ્યો છે —
‘‘मूर्च्छा परिग्रहः। ’’ અધ્યાય ૭/૧૭ બાહ્ય ધન – ધાન્યાદિ પદાર્થોમાં તથા અંતરંગ ક્રોધાદિ કષાયોમાં મમત્વભાવ રાખવો તે મૂર્ચ્છા છે.’’
જ્યાં જ્યાં મૂર્ચ્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્ચ્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્ચ્છાની પરિગ્રહ સાથે વ્યાપ્તિ છે.
કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો તેને અંતરંગમાં મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ હોય તો તે પરિગ્રહવાન જ છે; અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને ઉપકરણરૂપ પીછી, કમંડળ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નહિ હોવાથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. (શ્લોક ૧૧૨નો ભાવાર્થ)
ધન – ધાન્યાદિ બાહ્ય વસ્તુ મૂર્ચ્છા ઊપજાવવામાં નિમિત્તમાત્ર છે; તેથી તેમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને ઉપચારથી પરિગ્રહ કહ્યો છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્ચ્છા જ છે.
૧અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહો હિંસાના પર્યાય હોવાથી તેમાં હિંસા સિદ્ધ જ છે અને દશ પ્રકારના બહિરંહ પરિગ્રહોમાં મમત્વપરિણામ જ હિંસાભાવને નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. (શ્લોક ૧૧૯).
કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે. પણ મમત્વપરિણામ વિના તે પરિગ્રહ નથી. જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો તેમાં મમત્વપરિણામ નથી, તો તે અસત્ય છે, કારણ કે મમત્વ વિના તે અંગીકાર થાય નહિ.
જ્યાં પ્રમાદ – યોગ છે ત્યાં જ નિશ્ચયથી પરિગ્રહ છે અને જ્યાં પ્રમાદ – યોગ (મમત્વ) નથી, ત્યાં પરિગ્રહ નથી — એમ સમજવું. ૬૧.
તેના (પરિગ્રહપરિમાણ અણુવ્રતના) અતિચાર કહે છે — ૧. અંતરંગ ચૌદ પરિગ્રહઃ — ૧. મિથ્યાત્વ, ૨. હાસ્ય, ૩. રતિ, ૪. અરતિ, ૫. શોક, ૬. ભય,
અને ૧૪. લોભ.