કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘विक्षेपाः’ अतिचाराः । पंच ‘लक्ष्यन्ते’ निश्चीयन्ते । कस्य ? ‘परिमितपरिग्रहस्य’ न केवलमहिंसाद्यणुव्रतस्य पंचातीचारा निश्चीयन्ते अपि तु परिमितपरिग्रहस्यापि । चशब्दोऽत्रापिशब्दार्थे । के तस्यातीचारा इत्याह — अतिवाहनेत्यादि । लोभातिगृद्धिनिवृत्त्यर्थं परिग्रहपरिमाणे कृते पुनर्लोभावेशवशादतिवाहनं करोति । यावन्तं हि मार्गं बलीवर्दादयः सुखेन गच्छन्ति ततोऽप्यतिरेकेण वाहनमतिवाहनं । अतिशब्दः प्रत्येकं लोभान्तानां सम्बध्यते । इदं धान्यादिकमग्रे विशिष्टं लाभं दास्यतीति लोभावेशादतिशयेन तत्संग्रहं करोति ।
૧૧
૧શ્લોક ૬૨
અન્વયાર્થ : — [अतिवाहनातिसंग्रहविस्मयलोभातिभारवहनानि ] અતિવાહન (હાથી, ઘોડા, બળદ વગેરેને તેના ગજા ઉપરાંત ચલાવવું), અતિસંગ્રહ (ધાન્યાદિનો અતિસંગ્રહ કરવો), અતિવિસ્મય (બીજાનો વૈભવ જોઈને અતિવિસ્મય પામવું; અતિખેદ કરવો), અતિલોભ (બહુ લોભ કરવો), અને અતિભારવહન (બહુ ભાર લાદવો) [पञ्च ] એ પાંચ [परिमितपरिग्रहस्य च ] પરિગ્રહપરિમાણ અણુવ્રતના [विक्षेपः ] અતિચાર [लक्ष्यन्ते ] કહેવામાં આવ્યા છે.
ટીકા : — ‘विक्षेपाः’ અતિચારો ‘पञ्च लक्ष्यन्ते’ પાંચ નક્કી (નિશ્ચિત) કરવામાં આવ્યા છે. કોના? ‘परिमितपरिग्रहस्य’ કેવળ અહિંસાદિ અણુવ્રતના પાંચ અતિચાર નક્કી કરવામાં આવ્યા છે એટલું જ નહિ, પરંતુ પરિમિત પરિગ્રહના પણ (પાંચ અતિચારો નિશ્ચિત છે.) અહીં ‘च’ શબ્દ ‘अपि’ શબ્દના અર્થમાં છે. તેના ક્યા અતિચારો છે? તે કહે છે — ‘अतिवाहनेत्यादि’ લોભની અતિગૃદ્ધિને (અતિ લોલુપતાને) નિવારવા માટે પરિગ્રહપરિમાણ કરી લીધા પછી પણ, લોભના આવેશમાં અધિક વાહન કરે છે – અર્થાત્ જેટલે રસ્તે બળદ આદિ સુખેથી જઈ શકે તેનાથી પણ અધિક (આગળ) ચલાવવું તે અતિવહન છે. વિસ્મય અને લોભને પણ ‘अति’ શબ્દનો સંબંધ જોડવો. આ ધાન્યાદિ १. क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यभाण्ड प्रमाणातिक्रमाः ।