૧૬૮ ]
तत्प्रतिपन्नलाभेन विक्रीते१ तस्मिन् मूलतोऽप्यसंगृहीत्वादधिकेऽर्थे लब्धे लोभावेशादतिविस्मयं विषादं करोति । विशिष्टेऽर्थे लब्धेऽप्यधिकलाभाकांक्षावशादतिलोभं करोति । लोभावेशादधिक- भारारोपणमतिभारवाहनं । ते विक्षेपाः पंच ।।६२।।
एवं प्ररूपितानि पंचाणुव्रतानि निरतिचाराणि किं कुर्वन्तीत्याह —
पञ्चाणुव्रतनिधयो निरतिक्रमणाः फलन्ति सुरलोकं ।
यत्रावधिरष्टगुणा दिव्यशरीरं च लभ्यन्ते ।।६३।। આગળ વિશેષ લાભ આપશે એવા લોભના વશથી તેનો અતિશય સંગ્રહ કરવો તે અતિસંગ્રહ નામનો અતિચાર છે. તેના ચાલુ ફાયદાકારક ભાવે તે સંગ્રહ કરેલો મૂળ જથ્થો વેચવાથી અધિક લાભ થવો, તેથી પહેલાંથી જ વધારે સંગ્રહ કર્યો નહિ હોવાથી લોભાવેશથી વિષાદ પામે છે તે વિસ્મય નામનો અતિચાર છે. વિશિષ્ટ ધનની પ્રાપ્તિ થવા છતાં અધિક લાભની આશાથી અતિલોભ કરે છે. લોભને વશ થઈ અધિક ભાર લાદવો તે અતિભારવહન છે. તે વિક્ષેપો (અતિચારો) પાંચ છે.
ભાવાર્થ : — પરિગ્રહપરિમાણ – અણુવ્રતના પાંચ અતિચાર –
૧. અતિવાહન — હાથી, ઘોડા, બળદ આદિ અધિક સવારી રાખવી અને અધિક રસ્તે ચલાવવી.
૨. અતિસંગ્રહ — ભવિષ્યમાં લાભ થશે એમ સમજી વસ્તુઓનો અધિક સંગ્રહ કરવો.
૩. અતિવિસ્મય — બીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો.
૪. અતિલોભ — વિશેષ લાભ થવા છતાં અધિક લાભની આશા રાખવી.
૫. અતિભારવહન — મર્યાદાથી અધિક ભાર લાદવો. ૬૨.
એ પ્રમાણે પ્રરૂપેલાં અતિચારરહિત પાંચ અણુવ્રતો શું ફળ આપે છે તે કહે છે —
અન્વયાર્થ : — [निरतिक्रमणाः ] અતિચાર રહિત [पंचाणुव्रतनिधयः ] પાંચ १. प्रतिपन्न०