કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘फलन्ति’ फलं प्रयच्छन्ति । के ते ? ‘पंचाणुव्रतनिधयः’ पंचाणुव्रतन्येव निधयो निधानानि । कथंभूतानि ? ‘निरतिक्रमणा’ निरतिचाराः । किं फलन्ति ? ‘सुरलोकं’ । यत्र सुरलोके ‘लभ्यन्ते’ । कानि ? ‘अवधिरवधिज्ञानं’ । ‘अष्टगुणा’ अणिमामहिमेत्यादयः । ‘दिव्यशरीरं च’ सप्तधातुविवर्जितं शरीरं । एतानि सर्वाणि यत्र लभ्यन्ते ।।६३।।
इह लोके किं१ न कस्याप्यहिंसाद्यणुव्रतानुष्ठानफलप्राप्तिर्द्दष्टा येन परलोकार्थं तदनुष्ठीयते इत्याशंक्याह — અણુવ્રતરૂપી નિધિઓ [सुरलोकम् ] સ્વર્ગલોકનું [फलन्ति ] ફળ આપે છે. [यत्र ] જ્યાં [अवधिः ] અવધિજ્ઞાન, [अष्टगुणाः ] આઠ ૠદ્ધિઓ [च ] અને [दिव्यशरीरम् ] સાત ધાતુઓથી રહિત સુંદર વૈક્રિયિક શરીર [लभ्यन्ते ] પ્રાપ્ત થાય છે.
ટીકા : — ‘फलन्ति’ ફળ આપે છે. કોણ તે? ‘पंचाणुव्रतनिधयाः’ પાંચ અણુવ્રતરૂપી નિધિઓ. કેવી (નિધિઓ)? ‘निरतिक्रमाः’ અતિચારરહિત, શું ફળ આપે છે? ‘सुरलोकं’ સુરલોકનું (સ્વર્ગલોકનું). જ્યાં એટલે સુરલોકમાં પ્રાપ્ત થાય છે તે શું? ‘अवधि’ અવધિજ્ઞાન, ‘अष्टगुणाः’ અણિમા, મહિમા ઇત્યાદિ આઠ ૠદ્ધિઓ અને ‘दिव्यशरीरम्’ સાત ધાતુથી રહિત દિવ્ય શરીર – એ સર્વે જ્યાં પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : — અતિચારરહિત પાંચ અણુવ્રતનું પાલન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં અવધિજ્ઞાન, અણિમા, મહિમા, ગરીમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ — એ આઠ ૠદ્ધિઓ અને સાત ધાતુઓ રહિત દિવ્ય વૈક્રિયિક શરીર પ્રાપ્ત થાય છે.
આ ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે નિરતિચાર અણુવ્રતનું ફળ સંવર – નિર્જરા નથી, પણ તેનાથી પુણ્યબંધ છે, કેમ કે સ્વર્ગગતિ કાંઈ વીતરાગ ધર્મનું ફળ નથી, પરંતુ તે શુભભાવનું ફળ છે.
ધર્મી જીવને પાંચમા ગુણસ્થાનકે આવા શુભભાવ આવ્યા વગર રહેતા નથી, પરંતુ તે તેમને શ્રદ્ધામાં હેય સમજે છે. ૬૩.
આ લોકમાં શું કોઈને પણ અહિંસાદિ અણુવ્રતનું પાલન કરવાથી ફળ – પ્રાપ્તિ દેખાઈ, જેથી પરલોકને માટે તેનું અનુષ્ઠાન કરવામાં આવે છે? એવી આશંકા કરી કહે છે — १. किं कस्याप्य घ ।